તાજા અંજીર ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક કે નુકસાનકારક, જાણો આ છે તેના ગુણધર્મો

[ad_1]

અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

તાજા અંજીર ડાયાબિટીસના દર્દીઓના આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થયુ છે.

Updated: May 21st, 2023

Image Envato 

તા. 21 મે 2023, રવિવાર 

ડાયાબિટીસ ખૂબ જ ગંભીર બીમારી છે અને એકવાર ડાયાબિટીસનો રોગ આવી ગયા પછી બીજી અન્ય બીમારી પણ સાથે આવી જાય છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવાની જરૂર હોય છે. આ એક એવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે જેમાં ખોરાક પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

ડાયાબિટિસના દર્દીઓને હંમેશા મીઠુ ખાવાની ઈચ્છા ઘણી થતી હોય છે. 

જો ખોરાક યોગ્ય અને સંતુલિત હોય, તો તે બ્લડ સુગરને સામાન્ય રાખવામાં મદદ કરે છે, જ્યારે ખોરાકમાં ગરબડ થવાથી બ્લડ સુગરમાં વધારો થાય છે, જેના કારણે સ્વાસ્થ્ય બગડતા વધુ સમય લાગતો નથી. આવી સ્થિતિમાં ઘરના રસોડામાં કેટલાક એવા મસાલાઓ હોય છે જે એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને એન્ટિબાયોટિક ગુણોથી ભરપૂર છે, જે ડાયાબિટીસમાં બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટિસના દર્દીઓને હંમેશા મીઠુ ખાવાની ઈચ્છા ઘણી થતી હોય છે. 

તાજા અંજીર વધુ ફાયદાકારક છે

અંજીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. અને તેમા પોટેશિયમ હોવાના કારણે તે બ્લડ પ્રેશરને પણ કન્ટ્રોલમાં રાખે છે. પરંતુ આ દરેક બાબતો વચ્ચે હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ડાયાબિટીસના દર્દીઓએ અંજીરને કેવી રીતે ખાવું જોઈએ. જો કે તાજા અંજીર અને સૂકા અંજીર બંને ઉચ્ચ પોષક તત્ત્વો પુરતા પ્રમાણમાં હોય છે. અને બન્નેમાં કેલરી સરખી હોય છે. તેમજ બંનેમાં ખાંડનું પ્રમાણ પણ વધારે છે. 

તાજા અંજીરમાં ખાંડ અને કેલરી બંને ઓછી હોય છે

તાજા અંજીર અને સૂકા અંજીરમાં ખાસ તફાવત જોઈએ તો સૂકા અંજીરમાં વિટામિન A અને વિટામિન C જોવા મળતુ નથી. પરંતુ આ બાબતે ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે તાજા અંજીરમાં ખાંડ અને કેલરી બંને ઓછી હોય છે. તેથી તાજા અંજીર ડાયાબિટીસના દર્દીઓ માટે આરોગ્યપ્રદ તરીકે  કામ કરે છે. અને તેનાથી શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. આ સાથે તાજા અંજીરનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ તાજા અંજીર જ ખાવા ફાયદાકારક માનવામાં આવે છે.

Leave a comment