

આ દરમ્યાન જેઠાલાલનું પાત્ર થોડા દિવસો સુધી ગાયબ રહેશે
શો માં જેઠાલાલના બ્રેક લેવાના સમાચાર મળતા તેમના ચાહકો નારાજ
Updated: Sep 29th, 2023
![]() ![]() |
Image Instagram |
તા. 29 સપ્ટેમ્બર 2023, શુક્રવાર
ટીવી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)લગભગ છેલ્લા 14 વર્ષથી દર્શકોને મનોરંજન પુરુ પાડી રહી છે. આ સીરીયલના દરેક પાત્રએ ઘરે-ઘરેમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. અને તેવામાં જો કોઈ પાત્ર થોડા સમય માટે શોમાં જોવા ન મળે તો ફેન્સ નારાજ થઈ જાય છે.
હાલમાં જ સીરીયલમાં જેઠાલાલનું પાત્ર નિભાવતા દિલીપ જોષી (Dilip Joshi)એ એક વીડિયો શેર કર્યો છે જેમા તેઓ કહી રહ્યા છે કે આ શો માથી થોડા સમય માટે બ્રેક લેવાના છે.
આ દરમ્યાન જેઠાલાલનું પાત્ર થોડા દિવસો સુધી ગાયબ રહેશે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલનુ પાત્ર નિભાવતા દિલીપ જોષીએ પોતાના પરિવાર સાથે તંજાનિયાની ધાર્મિક યાત્રામાં જવાના કારણે શો માં થોડા દિવસોનો બ્રેક લીધો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા રહેવા છતા દિલીપ જોષી પોતાની ધાર્મિક યાત્રા વિશેની પોસ્ટ મુકી માહિતી શેર કરી છે. આ દરમ્યાન જેઠાલાલનું પાત્ર થોડા દિવસો સુધી ગાયબ રહેશે.
શો માં જેઠાલાલના બ્રેક લેવાના સમાચાર મળતા તેમના ચાહકો નારાજ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અત્યંત વ્યસ્ત શેડ્યુલ વચ્ચે એક્ટર્સને ઘણી મુશ્કેલીથી બ્રેક મળતો હોય છે અને આ વખતે જેઠાલાલ એટલે કે દિલીપ જોષી તેમના આ શેડ્યુલથી આટલો નાના બ્રેક લીધો છે. શો માં જેઠાલાલ બ્રેક લેવાના સમાચાર મળતા તેમના ચાહકો નારાજ થયેલા જોવા મળ્યા હતા.