

Updated: Oct 20th, 2023
નવી મુંબઇ,તા. 20 ઓક્ટોબર 2023, શુક્રવાર
બિહારના ભાગલપુરની રહેવાસી અભિનેત્રી સંચિતા બસુ પોતાની રીલને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેના લાખો ચાહકો છે. સંચિતા બસુ ભાગલપુરની રહેવાસી છે. તે સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. તેમણે ભાગલપુરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં અભ્યાસ કર્યો.
સાઉથની ફિલ્મ ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’માં લીડ હિરોઈનની ભૂમિકા ભજવી હતી. લોકો તેની રીલ્સ અને ફિલ્મોને ખૂબ પસંદ કરે છે. એક ટ્રક ડ્રાઈવર સંચિતા બાસુના પ્રેમમાં પડી ગયો છે. તે કહે છે કે, હું સંચિતાને પ્રેમ કરું છું અને હું તેના વિના રહી શકીશ નહીં. તે સંચિતાની ખાતર પોતાની બંને કિડની દાન કરવા પણ તૈયાર છે.
ડ્રાઈવરે દિલથી વાત કરી
બોબી કુમાર મિશ્રા નામના ફેસબુક યુઝરે પોતાના એકાઉન્ટ પર યુવકનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટ્રક ડ્રાઈવર કહી રહ્યો છે કે, તે એક્ટ્રેસ વિના રહી શકશે નહીં. ડ્રાઈવરે જણાવ્યું કે, તે કાર ચલાવતો હતો. તે રોજ અભિનેત્રીની રીલ જોતો હતો. જે બાદ તેને સંચિતા સાથે પ્રેમ થઈ ગયો હતો. તેણે ક્યારેય સંચિતાને જોઈ નથી, બસ તેને પ્રેમ કરે છે. તે સંચિતા માટે પોતાની બંને કિડની દાન કરવા તૈયાર છે. ડ્રાઈવરે પોતાના ફોનમાં સંચિતાના ઘણા વીડિયો પણ સેવ કર્યા છે.
બંને કિડની દાન કરશે
ડ્રાઈવરે કહ્યું કે તેનો પ્રેમ ચોક્કસપણે એકતરફી છે પરંતુ તે સંચિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેના વિના જીવવાની કલ્પના પણ કરી શકતો નથી. ડ્રાઈવરે કહ્યું કે, તે તેની બંને કિડની પણ દાન કરવા માંગે છે. સોશિયલ મીડિયા પર આ અનોખી લવસ્ટોરીની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.