તો આ હતો રિયલ મોગલી, આના પરથી જ ફિલ્મોમાં મોગલીનું પાત્ર આવ્યુ | So this was the real Mowgli, from that came the character of Mowgli in the movies

[ad_1]

Bizarre

oi-Balkrishna Hadiyal

|

Google Oneindia Gujarati News

મોગલી બાળકોનું ફેવરીટ પાત્ર છે. જંગલોમાં પ્રાણીઓ વચ્ચે રહેતો એક બાળક જંગલના પ્રાણીઓની જેમ જ જીવન જીવે છે. જો કે આ માત્ર પાત્ર નથી. આ એક રિયલ બાળક પરથી જ આવ્યુ છે. આજે અમે તમને મોગલી સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ.

ફિલ્મોમાં મોગલીનું પાત્ર બધાને ખુબ પસંદ આવ્યુ છે. જો કે આ રિયલ લાઈફ મોગલીની લાઈફ આટલી સીધી અને સરળ નહોતી. આ છોકરાનું નામ દીના સનિચર હતું. 1800ના દાયકામાં જન્મેલા આ વ્યક્તિને બ્રિટિશ શિકારીઓ ઉત્તર પ્રદેશના બુલંદશહેર લાવ્યા હતા. અંગ્રેજ શિકારીઓએ જોયું કે એક છોકરો વરુઓ સાથે જંગલમાં ફરી રહ્યો હતો.

Mowgli

અધિકારીઓ અનુસાર, આ બાળક બંને હાથ અને પગથી વરુની જેમ ચાલતો હતો. શિકારીઓએ બાળકનો પીછો કરતા તે ડરથી વરુની એક ગુફામાં સંતાઈ ગયો. અંગ્રેજ શિકારીઓએ ગુફામાં આગ લગાડતા તે વરૂ સાથે બહાર આવ્યો. શિકારીઓએ વરુને ગોળી મારી દીધી અને તે બાળકને સાથે લઈ આવ્યા. આ સમયે તેની ઉમર માત્ર છ વર્ષની હતી.

ત્યારબાદ તેને આગ્રાના અનાથાશ્રમમાં રાખવામાં આવ્યો અને તેનું નામ દીના સનીચર રાખવામાં આવ્યુ. આ બાળક પ્રાણીઓ જેવા જ અવાજો કાઢતો હતો. આ પછી તે બે પગ પર ચાલતા શીખ્યો. તેને કાચા માંસ અને કપડાં વિના જીવવાનું પસંદ હતું. કર્યું. આ બાળકે થોડો સમય પછી થાળીમાં ખાવાનું શરૂ કર્યું હતું. જમતા પહેલા તે ખોરાકને સુંઘતો હતો.

દીના સનિચરે માણસો પાસેથી એક વાત ખૂબ જ ઝડપથી શીખી અને તે જ તેના મોતનું કારણ બની. તેને ધૂમ્રપાન કરવાનું શરૂ કર્યુ અને તેનાથી ટીબી થયોય ટીબીના કારણે 29 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું.

English summary

So this was the real Mowgli, from that came the character of Mowgli in the movies

Story first published: Tuesday, June 6, 2023, 23:50 [IST]

Leave a comment