દિલ્હીમાં 35 વર્ષીય મહિલાની દર્દનાક હત્યા, લોહીથી લથપથ મૃતદેહ અગાસી પરથી મળ્યો


મૃતક મહિલાની ઓળખ સાલીની રાની તરીકે થઇ

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની બીજી ઘટના

Updated: May 30th, 2023

દિલ્હીના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં એક ઘરમાંથી 35 વર્ષીય મહિલાની લોહીથી લથપથ લાશ મળી આવી છે. મૃતક મહિલાની ઓળખ સાલીની રાની તરીકે થઈ છે. મહિલા દિલ્હીના સફદરજંગ વિસ્તારની રહેવાસી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

આરોપીની ઓળખ થઇ તેની ધરપકડ કરી પોલીસ વધુ તપાસ હાથ ધરશે 

સપના નામની મહિલાએ સવારે 7 વાગે પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. સપનાએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે તેના ઘરે એક પાર્ટી હતી જેમાં એક છોકરો અને બે વધુ મહિલાઓ હાજર હતી. ત્યારપછી થોડો ઝઘડો થયો અને પછી મહિલાને ચાકુ મારવામાં આવ્યું, જેના કારણે તેનું મોત થયું. આરોપીની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ કરવામાં આવશે. આરોપી અને મૃતક મહિલા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા હતા.

નોર્થ દિલ્હીના ડીસીપીએ આ સંપૂર્ણ ઘટના અંગે પુષ્ટિ કરી 

નોર્થ દિલ્હીના ડીસીપીના જણાવ્યા અનુસાર, સવારે 7 વાગે માહિતી મળી હતી કે મજનુ કા ટીલામાં 35 વર્ષીય રાનીનો મૃતદેહ એક ઘરની છત પરથી મળી આવ્યો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મૃતદેહ પાસે  સપના નામની મહિલા ઉભી હતી. જેણે આ મૃતક મહિલાની ઓળખ કરી હતી. પૂછપરછ દરમિયાન સપનાએ પોતાનો ગુનો કબૂલ કર્યો, પોલીસના જણાવ્યા અનુસાર, સપના અને રાની મજનુ કા ટીલા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. રાની ગુરુગ્રામમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી જ્યારે સપના લગ્નમાં વેઈટર તરીકે કામ કરતી હતી. સપનાએ છૂટાછેડા લીધા છે અને તેને એક પુત્રી છે.

સપનાએ છરી વડે રાની પર અનેક છરીના ઘા ઝીક્યા 

ગઈકાલે રાત્રે સપના, રાની અને મનીષ છેત્રી અને તેનઝીન નામની અન્ય એક યુવતી અને અન્ય 4 થી 5 લોકોએ દારૂ પીને પાર્ટી કરી હતી, દરમિયાન સપના અને રાની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. સવારે લગભગ 4.30 વાગ્યે સપનાએ છરી વડે રાની પર અનેક છરીના હુમલાઓ કર્યા, જેના પછી રાનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, સપના નશાની હાલતમાં રાનીના પિતા સાથે દુર્વ્યવહાર કરતી હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની બીજી ઘટના

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે. ગઈકાલે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં એક યુવક દ્વારા 16 વર્ષની છોકરીને 16થી વધુ વખત ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી અને તેને પથ્થરથી કચડી નાખવામાં આવી હતી. આ દરમિયાન પસાર થતા લોકોએ આરોપીઓને રોકવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો. આ ઘાતકી હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આરોપી સાહિલે દિલ્હી પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે. સાહિલનું કહેવું છે કે તેને પોતાના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી.

Leave a comment