દેશભરમાં લોકપ્રિય બનેલી સાઉથની કાર્તિકેયનનો ત્રીજો ભાગ આવશે

[ad_1]

Updated: Mar 19th, 2024


– કાર્તિકેયન ટૂનું ઘણું શૂટિંગ ગુજરાતમાં થયું હતું

– આ વખતે થ્રીડી ફિલ્મ બનાવાશેઃ નિખિલ હિરો તરીકે રિપિટ થશેઃ હિરોઈન અંગે અટકળો

મુંબઇ : મૂળ સાઉથની પણ હિન્દી વર્ઝનમાં ભારતભરતમાં લોકપ્રિય બનેલી કાર્તિકેયન ફિલ્મનો ત્રીજો ભાગ પણ બની રહ્યો છે. નિખિલ સિદ્ધાર્થ જ ત્રીજા ભાગમાં મુખ્ય ભૂમિકા ભજવશે. 

નિખિલે ખુદ ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત કરી હતી.  ફિલ્મનાં દિગ્દર્શનનું સુકાન ફરી ચંદુ મોન્ડેરી જ સંભાળશે.  જોકે, હિરોઈન  સહિતના અન્ય કલાકારોમાં ફેરફાર થઈ શકે છે. ફિલ્મના પાછલા બે ભાગને મળેલી પાન ઈન્ડિયન લોકપ્રિયતાને જોતાં આ વખતે કદાચ બોલીવૂડમાંથી કોઈ કલાકારને સમાવાશે તેવી પણ અટકળો છે. આ વખતે ફિલ્મ થ્રીડી ફોર્મેટમાં બનાવાશે. 

ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૪માં અને બીજો ભાગ ૨૦૨૨માં આવ્યો હતો. બંને ભાગને પુષ્કળ લોકપ્રિયતા મળી હતી. ભાગ બેનું ઘણું ખરું શૂટિંગ ગુજરાતમાં થયું હતું અને ગુજરાતમાં પણ બોક્સ ઓફિસ પર તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. 

Leave a comment