દેશમાં જ નહીં વિદેશમાં પણ ભારતનો ડંકો, જયશંકરે કહ્યું- નવ વર્ષમાં બદલાયું ભારત પ્રત્યે દુનિયાનું વલણ

દેશમાં જ નહીં વિદેશમાં પણ ભારતનો ડંકો, જયશંકરે કહ્યું- નવ વર્ષમાં બદલાયું ભારત પ્રત્યે દુનિયાનું વલણ


ભારત હવે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે

વિશ્વ ભારતને માત્ર ભાગીદાર તરીકે નહીં પરંતુ આર્થિક ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે

Updated: Jun 8th, 2023

વિદેશ નીતિને લઈને મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર વિદેશ મંત્રી એસ જયશંકરે  વાત કહેતા જણવ્યું હતું કે, ભારત હવે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે. છેલ્લા નવ વર્ષમાં દેશનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. 

મોદી સરકારના નવ વર્ષ બેજોડ

પીએમ નરેન્દ્ર મોદીની વિદેશ નીતિના 9 વર્ષ પૂર્ણ થવા પર એસ જયશંકરે કહ્યું કે, “વિશ્વ, ખાસ કરીને ગ્લોબલ સાઉથ, ભારતને વિકાસ ભાગીદાર તરીકે એક વિશ્વસનીય, અસરકારક વિકાસ ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. વિશ્વ હવે ભારતને માત્ર ભાગીદાર તરીકે નહીં પરંતુ આર્થિક ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે.

રાહુલ ગાંધી પર એસ જયશંકરના પ્રહાર 

આ દરમિયાન વિદેશ મંત્રીએ પણ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાહુલની એક આદત છે જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે દેશની ટીકા કરે છે. જયશંકરે કહ્યું કે, દુનિયા જોઈ રહી છે કે ભારત દેશમાં ચૂંટણી થાય છે અને ચૂંટણીમાં ક્યારેક એક પક્ષ જીતે છે તો ક્યારેક બીજી પાર્ટી જીતે છે. જો દેશમાં લોકશાહી ન હોય તો આવો બદલાવ ન આવી શકે. આ સાથે જયશંકરે 2024ની ચૂંટણીના પરિણામો વિશે પણ વાત કરી કહ્યું કે, અમે જાણીએ છીએ કે પરિણામો પહેલા જેવા જ આવશે. જયશંકરે કહ્યું કે, આજે લોકો ભારતને સાંભળવા માંગે છે અને તેમને લાગે છે કે ભારત સાથે કામ કરવાથી તેમનો પ્રભાવ પણ વધશે. 

કોરોનાના સમયમાં પણ લોકોનો સાથ નથી છોડ્યો

વિદેશ મંત્રીએ કહ્યું કે, કોવિડ દરમિયાન ઘણા દેશોએ તેમના નાગરિકોને છોડી દીધા હતા, પરંતુ ભારત સરકારે કોરોના દરમિયાન પણ ફસાયેલા ઓછામાં ઓછા 70 લાખ લોકોને પાછા લાવ્યા હતા.

Leave a comment