ધ કપિલ શર્મા શોને લઇને કરેલી ટીકા પર શૈલેષ લોઢાએ તોડ્યુ મૌન

[ad_1]

Updated: Oct 2nd, 2023

નવી મુંબઇ,તા. 2 ઓક્ટોબર 2023, સોમવાર 

શૈલેષ લોઢા ઇન્ડસ્ટ્રીના સૌથી ટેલેન્ટેડએકટર્સમાંથી એક છે સૌથી લાંબા સમય સુધી ચાલતા ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાની ભૂમિકા સાથે તે ઘર-ઘરમાં જાણીતા બન્યા હતા. 

ગયા વર્ષે, અભિનેતા ધ કપિલ શર્મા શોમાં પણ જોવા મળ્યા હતા. જોકે, શૈલેષે કપિલના શોની ટીકા કરી હતી અને તેની જૂની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમને ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે હવે આ નિવેદનને લઇને તેમણે મૌન તોડ્યુ છે. 

શૈલેષ લોઢાએ કપિલ શર્મા શો અંગે સ્પષ્ટતા કરી

શૈલેષ લોઢા ગયા વર્ષે ધ કપિલ શર્મા શોમાં જોવા મળ્યો હતો. શોમાં તેમની હાજરી અને ત્યાર બાદ તરત જ થયેલા ટ્રોલિંગ વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે શૈલેશે લૌઢાએ કહ્યું કે, “કપિલ અને મેં સાથે કામ કર્યું છે અને 2012માં અમે સિંગાપોરમાં સાથે એક શો કર્યો હતો. તે સમયે હું જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે એ હતું કે, કાકી અને દાદી નો મહેમાનો સાથે ફ્લર્ટ કરવુ આપણી સંસ્કૃતિનો ભાગ નથી. હું હજુ પણ એજ નિવેદન સાથે અડગ છું. હું આ પ્રકારની કોમેડી સાથે અસંમત છું, હું તેનાથી કમ્ફર્ટેબલ નથી.

પરંતુ તેનો અર્થ એ નથી કે, હું ક્યારેય તેમના શોમાં જઈશ નહીં અને દુનિયાને કહીશ કે હું શું કરી રહ્યો છું? હું તેમના શોમાં ગયો અને હિન્દી કવિતાની શક્તિ બતાવી. જ્યારે મેં મારી કવિતા ‘મા’ સંભળાવી ત્યારે શોમાં હાજર દરેકની આંખોમાં આંસુ હતા. એક કલાકાર તરીકે કપિલ નિઃશંકપણે મહાન છે અને એક મિત્ર પણ છે.

શૈલેષ ‘બિગ બોસ 17’માં જોવા મળશે તેવી ચર્ચા

છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચાર આવી રહ્યા છે કે, શૈલેષ લોઢા સલમાન ખાનના શો ‘બિગ બોસ 17’માં જોવા મળશે. શોમાં તેની પુષ્ટિ બિગ બોસ 17 અપડેટ્સ નામના ઇન્સ્ટા પેજ દ્વારા કરવામાં આવી હતી. જોકે, નિર્માતા કે અભિનેતાએ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Leave a comment