ના ટાઈગર શ્રોફ, ના વરુણ ધવન… આ વીડિયોમાં શાહિદ કપૂરને જોતા રહ્યા ફેન્સ, કર્યો જબરદસ્ત ડાન્સ

[ad_1]

Updated: Oct 7th, 2023

નવી મુંબઇ,તા. 7 ઓક્ટોબર 2023, શનિવાર 

બોલિવૂડ એક્શન હીરો ટાઈગર શ્રોફે આગામી ફિલ્મ ‘ગણપથઃ અ હીરો ઈઝ બોર્ન’ના તેના લેટેસ્ટ પાર્ટી ડાન્સ ‘હમ આયે હૈં’ પર ડાન્સ રિહર્સલ વીડિયોની એક ઝલક શેર કરી છે. આ વીડિયોમાં તેની સાથે શાહિદ કપૂર અને વરુણ ધવન પણ જોવા મળી રહ્યા છે. ટાઈગર શ્રોફ, શાહિદ કપૂર અને વરુણ ધવનના આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ‘ગણપથ’માં ટાઇગર અને કૃતિ સેનન લીડ રોલમાં છે. નિર્માતાઓએ તાજેતરમાં ‘હમ આયે હૈં’ ગીત લૉન્ચ કર્યું હતુ.

ટાઈગરે ઈન્સ્ટાગ્રામ પર એક BTS વીડિયો શેર કર્યો છે, જેમાં શાહિદ કપૂર અને વરુણ ધવન ટાઈગર સાથે ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયો શેર કરતા ટાઈગર શ્રોફે કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમારા રિહર્સલની એક નાની ઝલક, અમે આજે રાત્રે એક સોલ્ડ આઉટ શો માં આ બે સુપરસ્ટાર્સ સાથે ડાન્સ કરવા આવી રહ્યાં છીએ.’

આ સિવાય શાહિદનું ‘મૌજા હી મૌજા’ અને ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ના વરુણના ગીત ‘સેટરડે સેટરડે’ પર પરફોર્મ કર્યું હતુ. આ વીડિયો પર ફેન્સે ઘણી કોમેન્ટ્સ કરી રહ્યાં છે. યુઝર્સ શાહિદને બેસ્ટ ડાન્સર કહી રહ્યાં છે. 

‘ગણપથઃ અ હીરો ઈઝ બોર્ન’નું નિર્દેશન વિકાસ બહલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 20 ઓક્ટોબરે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થઈ રહી છે.

Leave a comment