પથરીનો પ્રોબલેમ છે, દવાની જરુર નથી નાની-મોટી દરેક ઓગાળી નાખશે આ દાળ

[ad_1]

આ બીમારીને દુર કરવા આયુર્વેદ અને ઘરગથ્થુ ઉપચાર કે કુદરતી રીતે પણ કરી શકાય છે

કળથીની દાળ પેશાબનું પ્રમાણ વધારવા અને પથરીને ઓગળવાનો ગુણ હોય છે

Updated: May 27th, 2023

Image Twitter

તા. 27 મે 2023, શનિવાર

સમગ્ર ભારતમાં પથરીની બીમારી ઘરે ઘરમાં જોવા મળે છે, તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમા ક્યાક પાણીમાં ક્ષાર વધુ પ્રમાણમાં હોવાના કારણે પથરી બનતી હોય છે. તો કેટલાક કિસ્સામાં લોકો પાણી ઓછુ પીતા હોય તે પણ જવાબદાર ગણી શકાય છે. તેથી ભારતમાં લોકોને કિડનીમાં પથરી થવી સામાન્ય થઈ ગયું છે. ભારતમાં લગભગ 12 ટકા લોકોને આ પથરીની બીમારી હોવાનો ડર છે. અને આમાંથી અડધા કિસ્સાઓમાં કિડનીને નુકસાન પણ થાય છે. અને જ્યારે કિડનીમાં પથ્થરના કારણે વ્યક્તિને અતિશય દુખાવો થતો હોય છે, અને  જો તેની સારવાર કરવામાં વધારે સમય કે બેદરકારી દાખવતા દુખાવા સાથે ઘણી મુશ્કેલી વધી જાય છે. જેમ કે પેશાબ રોકાઈ જવો, ચેપ લાગવો, લોહી પડવું વગેરે જેવા પ્રોબલેમ થાય છે.

આ બીમારીને દુર કરવા આયુર્વેદ અને ઘરગથ્થુ ઉપચાર કે  કુદરતી રીતે પણ કરી શકાય છે

આ બાબતે એક આયુર્વેદાચાર્યના કહેવા પ્રમાણે આ બીમારીનું ઉપચાર જેટલુ બની શકે તેટલુ જલ્દીથી કરવવા પર ભાર મુક્યો છે. અને લોકોએ કિડનીની પથરીનું નિદાન કરાવવા માટે તાત્કાલિક રીતે પગલાં લેવા જોઈએ. આ કામ આયુર્વેદ અને ઘરગથ્થુ ઉપચારથી કુદરતી રીતે પણ કરી શકાય છે.

આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર ખૂબ જ મદદરૂપ છે

કિડની થતી પથરી તમામ ઉંમરના લોકોને અસર કરે છે, તેથી તેને રોકવા માટે નિવારક પગલાં લેવા જોઈએ. જે લોકો કિડનીની પથરીથી બચવા માગે છે તેમના માટે આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર ખૂબ જ મદદરૂપ છે, કારણ કે તેની કોઈ આડઅસર થતી નથી અને ઘરે પણ અજમાવી શકાય છે.

કેમ થાય છે કીડની પથરી 

કીડનીમાં વારંવાર પથરી થવા પાછળનું કારણ છે પાણી ઓછુ પીવાથી આ રોગ થાય છે. પ્રવાહી ઓછી માત્રામાં લેવાથી પેશાબ જમા થઈ જાય છે અને તે ધીમે ધીમે તેનુ પથ્થર સ્વરુપ થવા લાગે છે. જેને આપણે કિડનીની પથરી કહીએ છીએ. કિડની પથ્થર બનતા અટકાવવાનો સૌથી સામાન્ય અને શ્રેષ્ઠ રસ્તો પૂરતું પાણી પીવું છે. આ સુનિશ્ચિત કરે છે કે શરીરમાં પાણીની અછત થવી જોઈએ નહીં. 

કળથીની  દાળ

કળથીની દાળ એ એક પ્રકારનું કઠોળ છે. અને તે એક જાણીતી આયુર્વેદિક દવા છે. તેની મદદથી કિડનીની પથરી બનતી અટકાવી શકાય છે અને આ પથરીને પણ દૂર કરી શકાય છે. તેમાં પેશાબનું પ્રમાણ વધારવા અને પથરીને ઓગળવાનો ગુણ હોય છે, તેથી કળથીની  દાળ પથરી બહાર કાઢવાનું કામ કરે છે. તેને રોટલી કે ભાત સાથે ખાઈ શકાય છે. શાક બનાવીને પણ લઈ શકાય છે.  જો કે, તેની તાસીર ગરમ હોવાના કારણે તેને દરરોજ ન ખાઈ શકાય નહી. 

Leave a comment