પરિણિતી અને રાઘવે માત્ર 11 રુપિયાનો ચાંલ્લો સ્વીકાર્યો

[ad_1]

Updated: Sep 28th, 2023


– યુગલે અપનાવી નો ગિફ્ટ પોલિસી

– સાનિયા મિર્ઝાએ કહ્યું, મેં માત્ર આશીર્વાદ આપ્યા છેઃ પરિણિતીએ જાહેર આભાર માન્યો

મુંબઇ : પરિણિતી અને રાઘવે તેમનાં લગ્નમાં મહેમાનો પાસેથી શુકન રુપે માત્ર ૧૧ રુપિાયનો ચાંલ્લો જ સ્વીકાર્યો હોાવની વાત બહાર આવી છે. 

પરિણિતી અને રાઘવે પોતાના લગ્નમાં આવનારા મહેમાનો પાસેથી એક પણ ભેટ તેમજ મોટી રકમનો ચાંદલો ભેટ તરીકે સ્વીકાર્યો નથી. યુગલે નો ગિફ્ટ પોલિસી અપનાવી હતી. 

લગ્નમાં હાજરી આપનારી સાનિયા મિર્ઝાને પાપારાઝીઓએ લગ્નમાં શું ગિફ્ટ આપી તેવું પૂછ્યુ ંહતું ત્યારે સાનિયાએ કહ્યું હતું કે મેં માત્ર આશીર્વાદ આપ્યા છે. 

પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ પણ કહ્યું હતું કે પોતે કોઈ ગિફ્ટ આપી નથી પરંતુ માત્ર આશીર્વાદ આપ્યા છે. 

દરમિયાન, પરિણિતી તથા રાઘવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી લગ્નમાં સહકાર આપનારા દરેકનો જાહેર આભાર માન્યો હતો. 

Leave a comment