પરિણિતી ચોપરાની ‘ચમકીલા’ આગામી એપ્રિલમાં ઓટીટી પર

[ad_1]

Updated: Feb 28th, 2024


– પરિણિતી આ ફિલ્મની સિંગર પણ છે

– ઈમ્તિયાઝ ચોપરાની ફિલ્મમાં પરિણિતી સાથે દિલજીત દૌસાંજે સહકલાકાર

મુંબઇ : ઇમ્તિયાઝ અલીની  ‘અમર સિંઘ  ચમકીલા’  આગામી એપ્રિલમાં ઓટીટી પ્લેટફોર્મ  પર રિલીઝ કરવામાં આવશે. દિલજીત અને ઇમ્તિયાઝે પ્રથમ વખત કારકિર્દીમાં સાથે કામ કર્યું છે.  આ ફિલ્મમાં પરિણિતી ચોપરાએ સંખ્યાબંધ ગીતો પણ ગાયાં છે. 

અમર સિંહ ચમકીલા એક પંજાબી ગાયક હતો અને લાઇવ પરફોર્મન્સ આપતો  હતો. ૧૯૮૮માં તેેની હત્યા થઈ હતી. તેની જીવન કથા પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. 

પરિણિતીએ આ ફિલ્મ ખાતરબીજી પણ કેટલીય હિટ ફિલ્મો ઠુકરાવી હતી. બાદમાં પરિણિતીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં તેને સંખ્યાબંધ ગીતો ગાવાની તક મળી હોવાથી તેણે અન્ય ફિલ્મોનો ઈનકાર કરી દીધો હતો. 

પરિણિતીએ તાજેતરમાં જ રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યાં છે. પરિણિતી પોતે હવે ફૂલટાઈમ સિંગર તરીકે કારકિર્દી બનાવવાની જાહેરાત પણ કરી ચુકી છે.

Leave a comment