પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા વચ્ચે થઈ બોલાચાલી! બંનેએ શેર કર્યો મેચનો અસલી વીડિયો

[ad_1]

Updated: Oct 2nd, 2023

નવી મુંબઇ,તા. 2 સપ્ટેમ્બર 2023, સોમવાર 

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બરના રોજ ઉદયપુરમાં ધામ ધુમથી લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યાં છે.  હવે ધીરે ધીરે પરિણીતિ લગ્નના અને સેરેમનીના એક પછી એક ફોટો અને વીડિયો શેર કરી છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢા હવે લોકો સાથે લગ્નની પાર્ટીના ફની ફૂટેજ શેર કરી રહ્યા છે. 

પરિણીતીએ ક્લિપ શેર કરી અને લખ્યું, લગ્ન માટે નવી વિધિઓ શરૂ કરી રહ્યાં છીએ… કોઈ તણાવ નથી, કોઈ નાટક નથી… ફક્ત એકબીજા અને અમારા પરિવારો સાથે અમારા પ્રેમની ઉજવણી કરી રહ્યાં છીએ ચોપરા vs ચઢ્ઢા.

આ વીડિયોની શરુઆત ટોસથી શરૂ થાય છે. ત્યારબાદ બંને પરિવારો વોર્મ અપ કરતા દેખાય છે. પરિણીતી હરભજનને શીખવે છે કે, તમારે દરેક બોલ પર સિક્સર મારવી પડશે. રસપ્રદ વાત એ હતી કે ભજ્જી રાઘવની ટીમમાં હતો. 

આ પછી, મ્યુઝિકલ ચેર અને લેમન રેસના ફની ફૂટેજ બતાવવામાં આવે છે. પરિણીતી અહીં કહે છે, પાપારાઝીએ મારી રમત બંધ કરી દીધી છે. અમ્પાયર તરીકેનો તેમનો કુરકુરિયું દેખાવ તમને તરત જ હમ આપકે હૈ કૌન યાદ અપાવશે. વચ્ચે ચડ્ઢા ચીટરોના નારા પણ લાગ્યા.

કોણ જીત્યું મેચ?

વીડિયોમાં રાઘવ-પરિણિતી પણ ગેમ દરમિયાન કોઈ વાત પર દલીલ કરતા જોવા મળ્યા હતા. જે મેચને લઇને જોય છે અંતે પરિણીતીની માતાએ વિનિંગ શોટ માર્યો અને પરિણીતીનો પરિવાર મેચ જીતી ગયો. પરિણીતી પણ તેની સાસુને ગળે લગાવતી જોવા મળી હતી. આ વીડિયો પર લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે. 

આખા વીડિયોમાં લોકોએ ગેમમાં રાઘવના ડિબેટ સીનનો આનંદ ઉઠાવ્યો હતો. એક યુઝર લખે છે કે, ઝઘડાએ બધાનું ધ્યાન ખેંચી લીધું. 

Leave a comment