પરિણીતી ચોપરાનો એરપોર્ટ પરનો વીડિયો વાયરલ, કેપ પર લખેલા ‘R’ અક્ષરે ખેંચ્યુ સૌનું ધ્યાન

[ad_1]

પરિણીતી અને રાઘવ રાજસ્થાનના ઉદયપુરમાં 23-24 સેપ્ટેમ્બરના રોજ લગ્ન કરશે

લગ્નમાં પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પણ સામેલ થઇ શકે છે

Updated: Sep 17th, 2023

Image:Instagram

બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢા ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હાલ આ બંને લોકો લગ્નની તૈયારીઓમાં લાગેલા છે. પરિણીતી અને રાઘવ રાજસ્થાનના ઉદયપુરમાં 23-24 સેપ્ટેમ્બરના રોજ લગ્ન કરશે. આ શાહી લગ્નમાં બંનેના પરિવાર ઉપરાંત કેટલાક નજીકના લોકો પણ હાજરી આપી શકે છે. લગ્નમાં પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પણ સામેલ થઇ શકે છે. આ ઉપરાંત દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી પણ લગ્નમાં હાજરી આપી શકે છે. આ બધા વચ્ચે પરિણીતીનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેની ટોપી પર લખેલા એક લેટરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

ટોપી પર લખેલા અક્ષરે ખેંચ્યું બધાનું ધ્યાન

પરિણીતી ચોપરા આજે એરપોર્ટ પર જોવા મળી હતી. વાયરલ થયેલા વીડિયોમાં પરિણીતી ખુબ ખુશ દેખાઈ રહી છે. તેણે બ્લુ ડેનિમ જીન્સ સાથે લાઈટ બ્લુ શર્ટને ટીશર્ટ સાથે પહેર્યું છે. પરંતુ સૌની નજર પરિણીતીએ પહેરેલી ટોપી અટકી ગઈ હતી. ટોપી પર પરિણીતીના ભાવિ વરરાજાના નામનો પહેલો અક્ષર એટલે કે R લખેલું છે, જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. આ વીડિયો પર ફેન્સ તરફથી ફની કોમેન્ટ આવી રહી છે.

પાપારાઝી પર ગુસ્સે થઇ પરિણીતી

પરિણીતી ચોપરાનો ગઈકાલે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે પાપારાઝી પર ગુસ્સે થતી દેખાઈ રહી હતી. આ વીડિયોમાં પરિણીતી જયારે પોતાની કારથી નીચે ઉતરે છે ત્યારે તે જુવે છે કે તેના પહોંચતા પહેલા પાપારાઝી ત્યાં પહોંચી ગયા હતા. આ જોઈ તે કહે છે કે, ‘તમને નથી બોલાવ્યાં.’ ત્યાર પછી તે અંદર જવા લાગે છે તો તેની પાછળ એક પાપારાઝી કેમેરો લઇ અંદર જવા લાગે છે. આ જોઈ તે વધારે ગુસ્સે થઇ જાય છે. તે હાથ જોડીને કહે છે, સર! બસ કરો હું રિક્વેસ્ટ કરી રહી છું.’ ત્યારબાદ પાપારાઝી તેને સોરી કહે છે. આ વીડિયો જોયા બાદ ઘણાં ફેન્સે પરિણીતીના આવા વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી. 

Leave a comment