[ad_1]
|
ગંગામાં મેડલ વડાવડાવા માટે પહોંચેલા પહેલવાનોને રોકીને ખેડૂત નેતા નરેશ ટિકૈતે 5 દિવસનો સમય માંગ્યો હતો. હવે પહેલવાનોના સમર્થનમાં મહાપંચાયત યોજાવા જઈ રહી છે.
એક તરફ દેશ માટે મેડલ જીતનારી મહિલા પહેલવાનો ન્યાય માટે રસ્તા પર લાઠીઓ ખાઈ રહી છે તો બીજી તરફ કેન્દ્રમાં બેઠેલા પીએમ નરેન્દ્ર મોદીના પેટનું પાણી નથી હલી રહ્યું. લોકશાહીના નામે તાયફાઓ કરનારી સરકાર સુધી વાત પહોંચાડવા માટે હવે મહિલાઓના સમર્થનમાં ખાપ પંચાયત યોજાવા જઈ રહી છે.
ભારતીય રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજ ભુષણ સિંહ પર લાગેલા જાતિય શોષણના ગંભીર આરોપો બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રને કોઈ ફરક નથી પડી રહ્યો ત્યારે મહિલા પહેલવાનોએ મેડલને ગંગામાં વિસર્જીત કરવાની જાહેરાત કરવી પડી હતી. જો કે હવે તેમને રોકીને મહાપંચાયતનું આયોજન કરાયુ છે.
બુધવારે દેશના મોટા નેતાઓએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહની તાત્કાલિક ધરપકડની માંગ કરી સાથે પહેલવાનોનુું સર્મથન કર્યુ હતું. આ ઉપરાંત હવે ખાપ મહાપંચાયત બોલાવવામાં આવી છે.