પાટિલે ધારાસભ્યને પેજ સમિતિ નહીં બનાવવાના સંદર્ભમાં ખખડાવ્યા
Updated: Jun 7th, 2023
![]() ![]() |
Image : Twitter |
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે કમલમમાં મળેલી ભાજપના અગ્રણીઓની એક બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ તેમજ ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને પેજ સમિતિ નહીં બનાવવાના સંદર્ભમાં ખખડાવ્યા હતા. ગુસ્સે ભરાયેલા પાટિલે સંભળાવી દીધું હતું કે, તમે તમારા વોર્ડમાં શા માટે પેજ સમિતિ નહોતી બનાવી ?
પાટિલે ધારાસભ્ય અમિત શાહને કહ્યું કે ‘તો હું તમને ટિકિટ જ ન આપત
ગાંધીનગર, મંગળવાર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે કમલમમાં મળેલી ભાજપના અગ્રણીઓની એક બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય તેમજ ખાડિયાની પૂર્વ ધારાસભ્યને પેજ સમિતિ નહીં બનાવવાના સંદર્ભમાં ખખડાવ્યા હતા. ગુસ્સે ભરાયેલા પાટિલે સંભળાવી દીધું હતું કે, તમે તમારા વોર્ડમાં શા માટે પેજ સમિતિ નહોતી બનાવી ?
કમલમમાં પાટિલે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને પણ પણ ખખડાવ્યા
અમદાવાદની કારોબારીની બેઠક કમલમ ખાતે બપોરે બોલાવાઈ હતી. જેમાં સંગઠન મંત્રી રત્નાકર, અમદાવાદ શહેરના વિવિધ વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીઓ અન્ય પદાધિકારીઓ તેમજ ધારાસભ્યો, કોર્પોરેટરો, સાંસદ અને કેટલાક પૂર્વ મંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પાટિલે જુદા જુદા બૂથમાં કોણે શું કામગીરી કરી તેની વાત કાઢી હતી. જેમાં ખ્યાલ આવ્યો હતો કે, કેટલાક વિસ્તારોમાં હજુ સુધી પેજ સમિતિ બની નથી. જેમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહના વોર્ડમાં જ પેજ સમિતિ બની ન હોવાથી પાટિલ ખીજાયા હતા. કેમ કે અમિત શાહ હાલમાં અમદાવાદ શહે૨ના ભાજપના પ્રમુખ પણ છે.
આથી પાટિલે કહ્યું કે, તમે શહેર પ્રમુખ હોવા છતાં શા માટે પેજ સમિતિ બની નથી, જો હું હોત તો તમને ધારાસભ્ય માટેની ટિકિટ જ ન આપત. ત્યારબાદ તેઓએ ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને ખખડાવ્યા હતા કે તમારા વોર્ડમાં પણ કેમ પેજ સમિતિ બનાવાઈ નહોતી એટલે તમને વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા. મને અમિત શાહે જ હરાવ્યા છે. પ્રદેશ પ્રમુખનો ગુસ્સો જોઈને મીટીંગમાં બધા સ્તબ્ધ થઈ ગયા હતા. મીટીંગ પૂરી થયા બાદ બહાર નિકળેલા અમિત શાહ ભારે ધૂંઆપૂંઆ દેખાતા હતા. તેઓએ ગુસ્સો અને બૂમ બરાડા પાડતા કહ્યું કે, બીજા કયા વોર્ડમાં પેજ સમિતિ નથી બનાવી?