પૂનમ પાંડેએ કર્યો મરવાનો ઢોંગ, સપોર્ટમાં આવેલા રામ ગોપાલ વર્માને પણ લોકોએ લીધા આડેહાથ, થયા ટ્રોલ

પૂનમ પાંડેએ કર્યો મરવાનો ઢોંગ, સપોર્ટમાં આવેલા રામ ગોપાલ વર્માને પણ લોકોએ લીધા આડેહાથ, થયા ટ્રોલ


Updated: Feb 3rd, 2024

Image Source: Twitter

મુંબઈ, તા. 03 ફેબ્રુઆરી 2024 શનિવાર 

અત્યારે ચારે બાજુએ પૂનમ પાંડેની ચર્ચા છે. પૂનમ પાંડેએ સર્વાઈકલ કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ખોટા મોતના સમાચાર ફેલાવ્યા. પૂનમ હજુ 32 વર્ષની છે. નાની ઉંમરે તેના મોતના સમાચારે તમામને ચોંકાવી દીધા હતા પરંતુ શનિવારે પૂનમે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કહ્યુ કે હું જીવિત છુ. 

પૂનમ જીવિત છે એ જાણ્યા બાદ લોકોએ ખુશ થવુ જોઈએ પરંતુ આ ખોટા મોતના સમાચાર હતા તેથી દરેક તેમનાથી નારાજ નજર આવી રહ્યા છે. લોકો તેને કેન્સર વિરુદ્ધ જાગૃતતા નહીં પરંતુ પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. એક તરફ એક્ટ્રેસને લોકો ટ્રોલ કરી રહ્યા છે તો બીજી તરફ રામ ગોપાલ વર્માએ તેનો સપોર્ટ કર્યો છે.  

રામ ગોપાલ વર્માએ કર્યો સપોર્ટ

પૂનમ પાંડેએ મોતના ખોટા સમાચાર ફેલાવીને લોકોનું દિલ દુભાવ્યુ છે. ચાહકો, સેલેબ્સ દરેક તેમના પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન રામ ગોપાલ વર્માએ X પર પોસ્ટ કરીને પૂનમ પાંડેની હિંમત વધારી છે. ડાયરેક્ટર લખે છે- પૂનમ તમે જાગૃતતા ફેલાવવાની જે રીત અપનાવી છે તેનાથી તમારે ક્રિટિસિઝ્મ વેઠવુ પડે તેની શક્યતા છે પરંતુ કોઈ પણ તમારા સાચા ઈરાદા પર પ્રશ્ન ઉઠાવી શકે નહીં. સર્વાઈકલ કેન્સર શું છે તેની પર ચારે તરફ ચર્ચા થઈ રહી છે. તમારુ દિલ તમારી જેમ સુંદર છે. તમારા સારા જીવનની પ્રાર્થના કરુ છુ. 

પૂનમ પાંડેનો સપોર્ટ કરવા માટે રામ ગોપાલ વર્માને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. યૂઝર્સનું કહેવુ છે કે આ બધુ કર્યા વિના પણ સર્વાઈકલ કેન્સરને પ્રમોટ કરી શકાત. બીજા યૂઝરે લખ્યુ, જ્યાં સુધી તમારા જેવા મહાન લોકો છે. પૂનમ પાંડે જેવા લોકોને હિંમત મળતી રહેશે. 

ઈન્સ્ટાગ્રામ લાઈવ પર ઈમોશનલ થઈ પૂનમ

પૂનમ પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને જણાવ્યુ કે તેમનો આવો કરવાનો હેતુ સર્વાઈકલ કેન્સર પ્રત્યે સાવચેત કરવાનો હતો. મહિલાઓ બાકી બધાનું ધ્યાન રાખે છે પરંતુ પોતાની ચિંતા કરવાનું ભૂલી જાય છે. હું ઈચ્છુ છુ કે લોકો જાણે કે સર્વાઈકલ કેન્સર શું હોય છે. મને ખબર છે કે મે મારા મિત્રોનું દિલ દુભાવ્યુ છે પરંતુ મને માફ કરી દો. મે મારી માતાને કેન્સરના કારણે ગુમાવી હતી. હું ઈચ્છુ છુ કે મહિલાઓ સર્વાઈકલ કેન્સરના પ્રત્યે સાવચેત રહે.

પૂનમ કહે છે કે મે જોયુ મારા મિત્ર કંગના રનૌત અને મુનવ્વર ફારુકી મારા માટે ચિંતિત હતા. મને દુ:ખ પણ થઈ રહ્યુ હતુ, પરંતુ એ વાતની ખુશી હતી કે તે લોકો મને આટલો પ્રેમ કરે છે. એક્ટ્રેસનું કહેવુ છે કે તેઓ ભવિષ્યમાં સર્વાઈકલ કેન્સર અંગે લોકો માટે કામ કરશે.

Leave a comment