

Updated: Oct 15th, 2023
– એકાઉન્ટ હેક થયાની ચાહકોને શંકા
– ‘સાલાર’ની પબ્લિસિટી માટે પ્રયાસ કરી રહેલા પ્રભાસનું આ પીઆર ગિમિક હોવાની પણ અટકળ
મુંબઈ: સાઉથના હિરો પ્રભાસનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ એકાએક ડિએક્ટિવેટ થઈ જતાં અનેક પ્રકારની શંકાકુશંકા વ્યક્ત થઈ રહી છે.
કોઈ જાતની પૂર્વજાહેરાત વિના જ પ્રભાસનું એકાઉન્ટ એકાએક દેખાતું બંધ થઈ ગયું હતું. તેની પ્રોફાઈલ અદૃશ્ય બની ગઈ હતી.
કેટલાક લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે કોઈ હેકર દ્વારા પ્રભાસનું એકાઉન્ટ હેક કરી લેવાયું હોય તેવું બની શકે છે. આથી, ઈન્સ્ટાગ્રામ દ્વારા હાલ તેનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવાયું હોય અને બાદમાં રિસ્ટોર કરી દેવાય તેવું બની શકે છે. પ્રભાસની ફેસબૂક સહિતની અન્ય સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ યથાવત છે અને ત્યાં કોઈ જ અસામાન્ય એક્ટિવિટી નોંધાઈ નથી. માત્ર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જ ડિએક્ટિવેટ થયું છે. પ્રભાસ જેવો સ્ટાર સોશિયલ મીડિયા પરથી બ્રેક લે તો પણ કોઈ જાહેરાત કરે આ રીતે એકાઉન્ટ બંધ કરી શકે નહીં. આથી, તેનું એકાઉન્ટ ડિએક્ટિવેટ થયાનું જણાય છે. જોકે, પ્રભાસની ‘સાલાર’ ફિલ્મ આવી રહી હોવાથી આ એક પબ્લિસિટી ગિમિક પણ હોઈ શકે છે તેવી માન્યતા છે.