પ્રભાસ અને ક્રિતિની ફિલ્મ આદિપુરુષને સેન્સર બોર્ડે આપ્યું ‘U’ સર્ટિફિકેટ, જાણો કેટલા કલાકની હશે ફિલ્મ

પ્રભાસ અને ક્રિતિની ફિલ્મ આદિપુરુષને સેન્સર બોર્ડે આપ્યું ‘U’ સર્ટિફિકેટ, જાણો કેટલા કલાકની હશે ફિલ્મ


અભિષેક અગ્રવાલ તેલંગાણામાં સરકારી શાળાઓ, અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમોને 10,000થી વધુ ટિકિટો મફતમાં આપશે

Updated: Jun 8th, 2023

ઓમ રાઉતની ‘આદિપુરુષ’ એ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું એક્શન ટ્રેલર રિલીઝ થયું હતું જેને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. કૃતિ સેનન, પ્રભાસ અને સૈફ અલી ખાન અભિનીત આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી યુ-સર્ટિફિકેટ પણ મળ્યું છે.

અભિષેક અગ્રવાલે કરી મોટી જાહેરાત

‘આદિપુરુષ’ માટેનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ફિલ્મને લઈને ઘણી એક્સાઈટમેંટ છે, જ્યારે હવે નિર્માતાઓએ જાહેરાત કરી છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને તેને સત્તાવાર રીતે U સર્ટિફિકેટ આપ્યું છે. હિન્દી ભાષામાં આ ફિલ્મનો રન ટાઈમ 2 કલાક 59 મિનિટ છે. ફિલ્મના પ્રમોશન વચ્ચે તેલુગુ રાજ્યોમાં ટોલીવુડ નિર્માતા અભિષેક અગ્રવાલે જાહેરાત કરી છે કે તેમની ટીમ તેલંગાણામાં તમામ સરકારી શાળાઓ, અનાથાશ્રમો અને વૃદ્ધાશ્રમોને 10,000થી વધુ ટિકિટો મફતમાં આપશે.

‘આદિપુરુષ’ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે

‘આદિપુરુષ’ને અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક કહેવામાં આવી રહી છે. તેનું બજેટ 400 થી 500 કરોડ આંકવામાં આવી રહ્યું છે. રામાયણ પર આધારિત આ પૌરાણિક ડ્રામામાં કૃતિ સેનન, પ્રભાસ, સૈફ અલી ખાન, સની સિંહ સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મનું સંગીત ચિત બલ્હારા અને અંકિત બલ્હારાએ કમ્પોઝ કર્યું છે, તેનો સાઉન્ડટ્રેક અજય અતુલ અને સચેત પરમપરાએ કમ્પોઝ કર્યો છે. ફિલ્મનું એડિટિંગ અપૂર્વા મોટવાલે સહાય અને આશિષ મ્હાત્રેએ સંયુક્ત રીતે કર્યું છે. આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Leave a comment