પ્રિટી ઝિન્ટાએ મુંબઇમાં 17.01 કરોડ રૂપિયાનો 1474 સ્કે. ફૂટનો ફ્લેટ બાંદરામાં ખરીદ્યો

[ad_1]

Updated: Oct 27th, 2023

– અભિનેત્રી લગ્ન પહેલા  જે બિલ્ડીંગમાં રહેતી હતી તેમાં જ 11મા માળે એપાર્ટમેન્ટ લીધું

મુંબઇ : પ્રિટી ઝિન્ટા પરણીને કેલિફોર્નિયામાં સ્થાયી થઇ ગઇ છે. પરંતુ તેને મુંબઇનો મોહ હજી છુટતો નથી. અભિનેત્રીએ તાજેતરમાં જ મુંબઇના બાંદરાના પોશવિસ્તારતમાં ૧૪૭૪ સ્કે. ફૂટનો ફ્લેટ ૧૭.૦૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ ફ્લેટ સાથે તેને બે કાર પાર્કિંગની સગવડ પણ મળી છે. આમાં સૌથી રસપ્રદ તો એ છે કે, અભિનેત્રી લગ્ન પહેલા આ જ બિલ્ડિંગમાં રહેતી હતી. 

એક રિપોર્ટના અનુસાર, આ ફ્લેટ ૨૩ ઓકટોબરના રોજ રજિસ્ટર્ડ કરવામાં આવ્યો છે. જેના માટે અભિનેત્રીએ ૮૫.૦૭ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ભરી છે. 

આ પ્રોપર્ટી મુંબઇના બાંદરાના નરગિસ દત્ત રોડના એક બિલ્ડિંગના ૧૧મા માળે આવી છે. અભિનેત્રીએ ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા અને કેલિફોર્નિયામાં સ્થાયી થઇ ગઇ. લગ્નના પાંચ વરસ પછી સરોગસી દ્વારા બે જોડિયા સંતાનો એક પુત્ર અને પુત્રીના પેરન્ટસ બન્યા છે. 

Leave a comment