ફરહાન અખ્તરે પોતાના અભિનય પ્રોજેક્ટ પર ધ્યાન આપવા માટે ડોન ૩ને લંબાવી

[ad_1]

Updated: Mar 23rd, 2024


– આ ફિલ્મની શરૂઆત હવે ડિસેમ્બર મહિનાની આસપાસ શરૂ થાય તેવી શક્યતા

મુંબઇ : ફરહાન અખ્તરે રણવીર સિંહ અને કિયારા અડવાણી સાથે ડોન ૩ની ઘોષણા કરી છે. પરંતુ ફિલ્મની શરૂઆત લંબાતી જાય છે. આ ફિલ્મથી ફરહાન ફરી દિગ્દર્શન કરવાનો  છે. ફરહાનને આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનાથી કરવાની ઇચ્છા હતી. પરંતુ હવે પોતે પોતાના અભિનયના પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી રહ્યો હોવાથી આ ફિલ્મ ડિસેમ્બર મહિનાની આસપાસ શરૂ કરે તેવી શક્યતા છે. ફરહાન ત્રણ વરસપછી રૂપેરી પડદે અભિનય કરવાનો હોવાથી તે પોતાની ફિલ્મને પ્રાધાન્ય આપી રહ્યો છે. 

સોશયલ મીડિયાના એક પોર્ટલના રિપોર્ટના અનુસાર, ફરહાન હવે પોતાના એકટિંગ રોલ પર ફોકસ કરશે. તે એક એકશન એન્ટરટેનરમાં અભિયન કરવાનો છે. જેનું દિગ્દર્શન રજનીશ રજી ધઇ કરવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાથી શરૂ થવાનું છે.જોકે ફિલ્મના વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. 

એક રિપોર્ટ એવો પણ છે કે, ડોન ૩ની સ્ક્રિપ્ટ હજી  અધુરી હોવાથી શૂટિંગ શરૂ થઇ શકે એમ નથી. ફરહાન અને પુષ્કર-ગાયત્રી લખી રહ્યા છે. સ્ક્રિપ્ટને પૂરી કરવા માટે થોડો વધુ સમય લાગે એમ હોવાથી આ ફિલ્મ શરૂ થવાની કોઇ શક્યતા જ નથી. 

Leave a comment