ફરી એક વખત શાહરૂખ ખાન અને કાજોલની જોડી મોટા પડદે મળશે જોવા, કરણ જોહરે કર્યું આ મોટુ એલાન

ફરી એક વખત શાહરૂખ ખાન અને કાજોલની જોડી મોટા પડદે મળશે જોવા, કરણ જોહરે કર્યું આ મોટુ એલાન


Updated: Oct 12th, 2023

                                                  Image Source: Facebook

મુંબઈ, તા. 12 ઓક્ટોબર 2023 ગુરૂવાર

રાહુલ ખન્ના અને અંજલિ શર્માની કહાની તો તમને યાદ જ હશે, જેને પડદા પર શાહરૂખ ખાન અને કાજોલે નિભાવી હતી. કરણ જોહરની 16 ઓક્ટોબર વર્ષ 1998એ રિલીઝ થયેલી ફિલ્મ કુછ કુછ હોતા હે આ વર્ષે 16 ઓક્ટોબરે 25 વર્ષની થશે. દરમિયાન મેકર્સ શાહરૂખ અને કાજોલના ચાહકો માટે ખાસ ઓફર લાવ્યા છે.

ફિલ્મ કુછ કુછ હોતા હે રી-રિલીઝ થશે 

કરણ જોહરે કુછ કુછ હોતા હે થી ડાયરેક્ટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ તેમની પહેલી ફિલ્મ હતી અને સુપરહિટ સાબિત થઈ હતી. આ મૂવીનો ક્રેઝ આજે પણ લોકોમાં જોવા મળે છે. આ ક્રેઝને જોતા કરણ જોહરે ફિલ્મની રી-રિલીઝનું એલાન કર્યુ છે. આ સાથે જ આ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ થશે. 15 ઓક્ટોબર 2023એ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી ફરી એક વખત થિયેટર્સમાં જોવા મળશે. 

ફિલ્મની તમામ ટિકિટ વેચાઈ ગઈ

કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મની રી-રિલીઝનું એલાન કર્યુ તો થોડી જ મિનિટોમાં તમામ ટિકિટ બુક થઈ ગઈ. બીજુ કારણ એ છે કે કરણ જોહરે આ ફિલ્મની ટિકિટના ભાવ ખૂબ જ ઓછા રાખ્યા હતા.  

ટિકિટ પ્રાઈઝ શું છે

રિપોર્ટ અનુસાર કુછ કુછ હોતા હે ના 25 વર્ષ પૂરા થવા પર કરણ જોહરે આ ફિલ્મની ટિકિટની પ્રાઈઝ પણ 25 રૂપિયા રાખી છે, જેના કારણે તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. આ ફિલ્મ 15 ઓક્ટોબર 2023એ પીવીઆર આઈકોન વર્સોવા, મુંબઈમાં સાંજે 7.00 વાગે અને સાંજે 7.15 વાગ્યાના શોમાં બતાવવામાં આવશે.

Leave a comment