ફિલ્મોના ખોટેખોટા વખાણ, પીઆરના પેંતરા અને ફિલ્મ હિટ કરવાના કાવાદાવા, કરણ જોહરે વટાણા વેરી દીધા

ફિલ્મોના ખોટેખોટા વખાણ, પીઆરના પેંતરા અને ફિલ્મ હિટ કરવાના કાવાદાવા, કરણ જોહરે વટાણા વેરી દીધા


હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કરણ જોહરે કહ્યું કે તેઓ ફિલ્મને હિટ કરવા કઈ હદ સુધી જાય છે

Updated: Jan 2nd, 2024

Karan Johar Movies PR: કરણ જોહર બોલિવૂડમાં 25 વર્ષથી કામ કરે છે. તેની ગણતરી બોલિવૂડના સૌથી સફળ નિર્દેશકો થાય છે. હાલમાં તેણે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી સફળ ફિલ્મ આપી છે. તેમજ કરણ જોહર પોતાની ફિલ્મોથી દર્શકોનું દિલ જીતી લે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું છે કે તે પોતાની ફિલ્મોને હિટ કરવા કઈ હદ સુધી જાય છે. 

ફિલ્મના વખાણ અમે જ કરાવીએ છીએ 

ફિલ્મને હિટ કરવા સેલિબ્રિટીઝ અને મેકર્સ વિવિધ યુક્તિઓ અપનાવતા હોય છે. તે માટે સેલિબ્રિટીઝ તેમના ફેન્સને મળે છે અથવા તો કંઈક એવું કરે છે જે ચર્ચાનો વિષય બની જાય. આ અંગે કરણ જોહરેે દાવો કર્યો છે કે ફિલ્મ સાથે સંકળાયેલા લોકો તેમના લોકોને પીઆર તરીકે મોકલે છે. તેમને ફિલ્મના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હોય છે.  અમે દર વખતે આવું કરીએ છીએ.’

આ રીતે કરવામાં આવે છે પ્રમોશન 

આ ઈન્ટરવ્યૂમાં કરણ જોહરે કહ્યું છે કે, ‘ક્યારેક આપણે આપણી ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય, ત્યારે સ્વાભાવિક છે કે આપણે આપણા સારા વીડિયો રજૂ કરવા માંગતા હોય. પરંતુ જ્યારે તમે ખૂબ સારા ન હોવ ત્યારે તમારી ટીકા થાય છે. એવામાં તમને એવા ટીકાકારો પણ મળે છે જેમને તમારી ફિલ્મ પસંદ આવી હોય અને ફાઇવ સ્ટાર્સ, ફોર સ્ટાર, ત્રણ સ્ટાર અને ટુ સ્ટારવાળા મોટા મોટા પોસ્ટર બનાવ્યા હોય. તો કેટલાક એવા ટીકાકારો પણ હોય છે જેના વિષે તમે સાંભળ્યું પણ ન હોય. તેથી જો અમને આવા લોકો મળે છે તો અમે તેમના દ્વારા અમારી ફિલ્મનું પ્રમોશન કરાવી લઈએ છીએ.’

કરણે ટીકાકારો વિશે કરી આ વાત 

આ ઇન્ટરવ્યૂમાં કરણ જોહરે કહ્યું છે કે ‘હું જે ફિલ્મો ડિરેક્શન કરું અને પ્રોડ્યુસ કરી હોય તેના રિવ્યુ તે ચોક્કસ વાંચુ છુ. જોકે કેટલાક ટીકાકારો માટે મને આદર પણ છે, પરંતુ મને તકલીફ ત્યારે પડે છે જ્યારે ટીકાકારો પોતાની જ સ્ટોરી લખવાનું ચાલુ કરે છે. આ મારી સ્ટોરી છે, જેની તમે ટીકા કરી શકો છો પણ તમે તેના પર તમારી પોતાની સ્ક્રિપ્ટ કેમ લખો છો!  આ ઉપરાંત મને એ વાતથી પણ તકલીફ છે કે જ્યારે ટીકાકારો લોકોને અમુક ફિલ્મો જોવાની ના પાડે છે. મારું માનવું છે કે, સમીક્ષક તરીકે તમારું કામ અમારી ટીકા કરવાનું કે વખાણ કરવાનું છે, પરંતુ તમારે ફિલ્મ જોવાની પસંદગી દર્શકો પર છોડવી જોઈએ.’

Leave a comment