ફિલ્મ રસિયાઓ માટે ખુશખબરી, માત્ર 99 રુપિયામાં જોઈ શકશો બ્લોકબસ્ટર ફિલ્મ, જાણો શું આ ઓફર

[ad_1]

માત્ર 99 રુપિયાની ટિકિટમાં સિનેમાઘરોમાં ફિલ્મનો આનંદ લઈ શકશો

નેશનલ સિનેમા દિવસ હોવાથી સમગ્ર દેશમા રુપિયા 99 માં જોઈ શકાશે મનપસંદ ફિલ્મ

Updated: Oct 9th, 2023

Image Freepic

તા. 9 ઓક્ટોબર 2023, સોમવાર 

National Cinema Day offer : જો તમે ફિલ્મ જોવાના શોખિન હોવ તો આ સમાચાર તમારા માટે છે, આગામી 13 ઓક્ટોબર 2023નો શુક્રવાર તમારા માટે શાનદાર સાબિત થવાનો છે. આ દિવસને  નેશનલ સિનેમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, નેશનલ સિનેમા દિવસ (National Cinema Day) ના કારણે મલ્ટીપ્લેક્સ એસોશિએશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 13 ઓક્ટોબરના રોજ દેશભરમાં 4000 સ્ક્રીન પર માત્ર 99 રુપિયાની (watch blockbuster movies) ટિકિટથી ફિલ્મ બતાવવામાં આવે. એટલે 13 ઓક્ટોબર શુક્રવારના દિવસે તમે માત્ર રુપિયા 99 માં ફિલ્મ જોઈ શકશો.

માત્ર 99 રુપિયાની ટિકિટમાં સિનેમાઘરોમાં ફિલ્મનો આનંદ લઈ શકશો

આગામી 13 ઓક્ટોબર શુક્રવારના રોજ વીકએન્ડ હોવાથી સમગ્ર દેશના કોઈ પણ સિનેમાઘરો જેમ કે પીવીઆર, આઈનોક્સ, સિનેપોલિસ, મિરાઝ સહિત વેબ સિનેમા હોલમાં તમે માત્ર 99 રુપિયાની ટિકિટમાં થીયેટરમાં ફિલ્મનો આનંદ લઈ શકશો. વીકએન્ડનો દિવસ હોવાથી એક દિવસ માટે ટિકિટ સસ્તી હોવાથી લોકો તેનો ભરપુર ફાયદો ઉઠાવશે. ફિલ્મ રસિયાઓને પરિવાર સાથે સિનેમાઘરોમાં ફિલ્મ જોવા જવાનો મોકો મળી રહ્યો છે. 

નેશનલ સિનેમા દિવસ હોવાથી સમગ્ર દેશમા રુપિયા 99 માં જોઈ શકાશે મનપસંદ ફિલ્મ

દિલ્હી ફિલ્મ રિપ્રેઝેટેટિવ એલ.એન ગૌતમે વાત કરતા કહ્યું હતું કે, આગામી 13 ઓક્ટોબરના રોજ નેશનલ સિનેમા દિવસ હોવાથી દેશના દરેક સિનેમાઘરોમાં માત્ર 99 રુપિયાની ટિકિટ મળશે. આની જાહેરાત ખુદ સંગઠન તરફથી કરવામાં આવી છે. આવામાં સિનેમાઘરોમાં પોતાની મનપસંદ ફિલ્મ જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી શકે છે.  

Leave a comment