ફિલ્મ Singham Againમાં થઈ ટાઈગર શ્રોફની ધાંસૂ એન્ટ્રી, ફર્સ્ટ લુકમાં દેખાયો એક્ટરનો દમદાર અવતાર

ફિલ્મ Singham Againમાં થઈ ટાઈગર શ્રોફની ધાંસૂ એન્ટ્રી, ફર્સ્ટ લુકમાં દેખાયો એક્ટરનો દમદાર અવતાર


Updated: Oct 19th, 2023

                                                          Image Source: Twitter

મુંબઈ, તા. 19 ઓક્ટોબર 2023 ગુરૂવાર

ટાઈગર શ્રોફ અત્યારે ફિલ્મ ગણપતની રિલીઝની રાહ જોઈ રહ્યો છે, જે આવતીકાલે 20 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે. ચાહકો થિયેટર્સમાં ફિલ્મ જોવા માટે આતુર છે. દરમિયાન ટાઈગરે તેના ચાહકોને એક સરપ્રાઈઝ આપી છે. સિંઘમ અગેઈનના નિર્માતાઓએ સિંઘમ સિરીઝની સીકવલથી ટાઈગરના કેરેક્ટરનો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે.  

સિંઘમ અગેઈનમાં ટાઈગર શ્રોફનો ધાંસૂ અવતાર

ફિલ્મમાં એસીપી સત્યાના અવતારમાં ટાઈગર ખૂબ દમદાર લાગી રહ્યો છે. હાથમાં બંદૂક લઈને અને બેકગ્રાઉન્ડમાં આગ લગાડતા ટાઈગર પોઝ આપતા જોવા મળી રહ્યો છે. સિંઘમ અગેઈનના અભિનેતાની ઝલક ખૂબ રસપ્રદ છે. ફિલ્મના નિર્માતાઓએ પોલીસની વર્દીમાં પણ તેનો લુક જાહેર કર્યો છે.

આજે ફિલ્મ સિંઘમ અગેઈનમાંથી ટાઈગર શ્રોફનો લુક સામે આવ્યા બાદ અભિનેતા રણવીર સિંહે સિંઘમ સ્કવોડમાં તેમનું સ્વાગત કરતા લખ્યુ, સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ અધિકારી એસીપી સત્યાને મળો… અમર, જેમ કે સત્ય! ટીમમાં તમારુ સ્વાગત છે… ટાઈગર” અભિનેતા અજય દેવગન જે સિંઘમ અગેઈનનો ભાગ પણ છે તેમણે એસીપી સત્યાના રૂપમાં ટાઈગર શ્રોફનું સ્વાગત કરતા લખ્યુ, ટીમ હવે મજબૂત થઈ ગઈ છે, ટીમ એસીપી સત્યામાં તમારુ સ્વાગત છે”

ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર, કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણ પણ નજર આવશે.

Leave a comment