

આ દિવસોમાં ઓનલાઈન શોપિંગ ખૂબ જ સામાન્ય છે અને તેને માટે લોકો વિવિધ સાઇટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ ઓનલાઈન શોપિંગમાં પણ હવે છેતરપીંડી થઇ રહી છે. જેમાં તાજેતરમાં નકલી ડિલિવરી કૌભાંડ અથવા કેશ-ઓન-ડિલિવરી કૌભાંડ આ દિવસોમાં વાયરલ થઈ રહ્યું છે. સ્કેમર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઇટ્સ પરથી ડિલિવરી એજન્ટ તરીકે દર્શાવીને સીધા જ લોકોના બેંક ખાતામાંથી પૈસાની ચોરી કરે છે.
OTP મેળવી ફોન હેક કરવાનું કારસ્તાન
નકલી ડિલિવરી એક્ઝિક્યુટિવ બની ગ્રાહકો સાથે છેતરપીંડી કરતી ટીમ સક્રીય
વારંવાર ઓર્ડર કરનારા ગ્રાહકો પર નકલી ડિલિવરી કર્મચારીની બાજ નજર
ગ્રાહકો પાસેથી OTP મેળવી ફોન હેક કરવાની નવી મોડસ ઓપરેન્ડી
ડિલિવરી એજન્ટ બનીને ગ્રાહકોને છેતરનારી ટીમનો માર્કેટમાં પગપેસારો
સ્કેમર્સ કેવી રીતે કામ કરે છે
સ્કેમર્સ એવા લોકોને ટાર્ગેટ કરે છે જેઓ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી વારંવાર ખરીદી કરે છે. તેઓ એવા લોકો પર નજર રાખશે કે જેઓ વારંવાર ડિલિવરી પૅકેજ લે છે અને પછી ડિલિવરી એજન્ટ હોવાનો ઢોંગ કરીને તેમના ઘર સુધી આવી જશે. સ્કેમર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી ઈ-કોમર્સ સાઇટ્સ અથવા પોસ્ટ ઓફિસમાંથી પેકેજ ડિલિવરીનો ઢોંગ કરશે. આ ઉપરાંત પે-ઓન ડિલિવરી પાર્સલ કહીને તમારી પાસેથી પૈસા પણ માંગે છે. જો ગ્રાહક ડિલિવરી પેકેજ ન સ્વિકારે તો ઓર્ડર રદ કરવા કહે છે. ઓર્ડર રદ કરવાના બહાને ગ્રાહક પાસેથી OTP માંગે છે. OTP મળ્યા બાદ ગ્રાહકના મોબાઈલને હેક કરે છે. ફોન હેક કર્યા બાદ એકાઉન્ટમાંથી નાણાં ગાયબ કરી દે છે.
બચવાના ઉપાયો
OTP કોઈની સાથે શેર કરશો નહીં.
જો કોઈ વ્યક્તિ પિન માંગે છે, તો તે વ્યક્તિની ઓળખ ચકાસો
OTP આપતા પહેલા ડિલિવરી પાર્સલ ખોલી ચકાસી લેવું
જો તમને શંકાસ્પદ ડિલિવરી મળે તો ડિલિવરી સ્વીકારશો નહીં
વિશ્વાસનિયતા વગરની વેબસાઇટ્સ પોતાની અંગત માહિતી આપશો નહિ.