ફેક્ટ ચેક : દવા લીધા બાદ તરત જ દ્રાક્ષ ખાવાથી મોત થઈ શકે છે ?

ફેક્ટ ચેક : દવા લીધા બાદ તરત જ દ્રાક્ષ ખાવાથી મોત થઈ શકે છે ?


ઈન્ટરનેટ ઉપર વાયરલ થયેલા તમામ કન્ટેન્ટને સંપૂર્ણ સત્ય માનનારાઓ સાવધાન

ઈન્ટરનેટ પરના કોઈપણ કન્ટેન્ટ-ટિપ્સ પર વિશ્વાસ કર્યા પહેલા નિષ્ણાતનો અભિપ્રાય લેવો જરૂરી

Updated: Jun 1st, 2023

આપણી સાથે ઈન્ટરનેટ કાયમ માટે જોડાઈ ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. આપણે ઘણીવાર ઈન્ટરનેટ પર આવતા કન્ટેન્ટને પણ સત્ય માની લેતા હોય છે. ઈન્ટરનેટ પર શેર કરાયા કન્ટેન્ટમાં આરોગ્ય અંગેના કન્ટેન્ટ પણ ખુબ જોવા મળતા હોય છે. તમે જોયું હશે કે, ઘરેલુ ઉપચારો પણ ઈન્ટરનેટ પર શેર કરવામાં આવતા હોય છે અથવા કેટલાક ટિપ્સ વિશે માહિતી બતાવાતી હોય છે. ઈન્ટરનેટ પર કેટલાક કન્ટેન્ટ ખોટા પણ શેર કરવામાં આવતા હોય છે, તેથી તમારે જરૂરથી સાવચેત રહેવું જોઈએ. તમારે કોઈપણ ટિપ્સ અથવા રીત પર વિશ્વાસ ન કરવો જોઈએ. આવા કોઈપણ કન્ટેન્ટ પર વિશ્વાસ કર્યા પહેલા કોઈ નિષ્ણાત સાથે ચર્ચા કરવી જોઈએ. ત્યારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક કન્ટેન્ટે લોકોને ચોંકાવી દીધા છે. આ કન્ટેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ દવા લીધા બાદ તરત જ દ્રાક્ષ ખાવાથી તેનું મોત થઈ શકે છે. તો જાણીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ વાતમાં કેટલો દમ છે અને તેની હકીકત શું છે.

દવા ખાધા બાદ તુરંત દ્વાક્ષ ખાવાથી મુશ્કેલી સર્જાઈ શકે છે ?

ઈન્ટરનેટ પર જે ફેક્ટ શેર કરવામાં આવે છે, તેમનો દાવો છે કે, જો કોઈ દવા ખાધા બાદ તરત જ દ્રાક્ષ ખાય છે તો તેમને મુશ્કેલી પડી શકે છે. એટલું જ નહીં દ્રાક્ષના રિએક્ટથી ઘણીવાર વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈએ પણ દવા ખાધા બાદ દ્રાક્ષ ન ખાવી જોઈએ, નહીં તો મુશ્કેલી સર્જાઈ શકે છે.

આ મામલે આરોગ્ય નિષ્ણાંતો શું કહી રહ્યા છે ?

હવે આપણે જાણીશું કે, આ ફેક્ટ કેટલું સત્ય છે… વેબસાઈટ દ્વારા આ વાયરલ થયેલા કન્ટેન્ટનું ફેક્ટ ચેક પણ કરવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે, આ કન્ટેન્ટ સંપૂર્ણ ખોટું છે. દવા લીધા બાદ તરત જ દ્રાક્ષ ખાવાથી મોત થતું હોવાનું એવું કોઈપણ કારણ સામે આવ્યું નથી. આ બાબતે ઘણા આરોગ્ય નિષ્ણાંતોએ પણ કહ્યું કે, આવું ન હોય… પરંતુ કેટલીક દવાઓ એવી પણ હોય છે, જે દ્રાક્ષના કારણે રિએક્ટ થઈ શકે છે, પરંતુ તેનાથી વ્યક્તિનું મોત થતું નથી. ઉપરાંત આવો કોઈપણ મામલો સામે આવ્યો નથી.

Leave a comment