બાથરુમ, વોશરુમ, લેવેટરી જેવા વપરાતાં શબ્દોમાં શુ છે અંતર

[ad_1]

એક એવો રૂમ જ્યાં નહાવાની સુવિધા ઉપલબ્ધ હોય તે જગ્યાને બાથરૂમ કહેવામાં આવે છે

વોશરૂમ એટલે એવી જગ્યા જ્યાં સિંક અને ટોઇલેટ સીટ બંને હોય છે

Updated: Mar 18th, 2023

Image Pixabay 

તા. 18 માર્ચ 2023, શનિવાર 

એક જ જગ્યા માટે જુદા જુદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. જો તમને પ્રશ્ન કરવામાં આવે કે તમારા ઘરમાં શું છે વોશરૂમ, બાથરૂમ, લેવેટરી કે ટોઈલેટ? તો આ પ્રશ્ન સંભાળી તમે ચોક્કસપણે મૂંઝવણમાં પડી જશો. આ તમામ શબ્દો જુદી જુદી વસ્તુઓ માટે જ પ્રયોગ કરવામાં આવે છે. આવો જાણીએ આ તમામ શબ્દોમાં શું અંતર હોય છે.

1.બાથરૂમ

એક એવો રૂમ જ્યાં નહાવાની સુવિધા ઉપલબ્ધ હોય તે જગ્યાને બાથરૂમ કહેવામાં આવે છે. આ રૂમમાં શાવર, ડોલ, નળ, બાથટબ કંઈપણ હોઈ શકે છે.

2.વોશરૂમ

વોશરૂમ એટલે એવી જગ્યા જ્યાં સિંક અને ટોઇલેટ સીટ બંને ઉપલબ્ધ હોય છે. આ જગ્યાએ ક્યાક અરીસો હોય છે તો ક્યાક નથી હોતો. આ જગ્યાએ નહાવાની કે કપડા બદલવાની જગ્યા હોતી નથી જેમ કે કોઈ મોલનો વોશરૂમ.

3.રેસ્ટરૂમ

રેસ્ટરૂમ શબ્દ ઘણો કન્ફયુઝન પેદા કરતો હોય છે. આ શબ્દ સાંભળીને લાગે છે જાણે કોઈ આરામ કરવાની જગ્યા હોય. વાસ્તવમાં આ શબ્દ અમેરિકન ઈંગ્લીશનો શબ્દ છે જેનો અર્થ વોશરૂમ જ થાય છે.

4.લેવેટરી

લેવેટરી શબ્દ વાસ્તવમાં લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે. લેટિનમાં આ શબ્દોનો અર્થ વોશ બેસિન અથવા વોશરૂમ થાય છે.

5.ટોઇલેટ

ટોઇલેટ શબ્દ એવી જગ્યા માટે વાપરવામાં આવે છે જે જગ્યાએ ટોઇલેટ સીટ લાગેલી હોય છે

Leave a comment