Updated: Oct 18th, 2023
Image Source: Facebook
મુંબઈ, તા. 18 ઓક્ટોબર 2023 બુધવાર
બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અત્યારે ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર એક્ટ્રેસ ટૂંક સમયમાં જ બીજી વખત માતા બનવાની છે. અનુષ્કા અને વિરાટે અત્યાર સુધી બીજી પ્રેગ્નેન્સીને લઈને મૌન સાધ્યુ છે તેમણે આ મુદ્દે હા કે ના કહ્યુ નથી. અનુષ્કાની પ્રેગ્નેન્સીની ચર્ચા વચ્ચે તેમનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એ કહેતા નજર આવી રહી છે કે બાળકો બાદ તે કામ કરશે નહીં. અનુષ્કાનો આ વીડિયો જોયા બાદ તેમના ચાહકો ચિંતિત થઈ ગયા છે કે તેમની ફેવરેટ એક્ટ્રેસ હવે એક્ટિંગની દુનિયામાં વાપસી કરશે નહીં.
અનુષ્કા એક્ટિંગ છોડી દેશે?
અનુષ્કાએ કહ્યુ કે હું લગ્ન કરવા માગુ છુ. હું બાળકો ઈચ્છુ છુ. જ્યારે મારા લગ્ન અને બાળકો થઈ જશે તો હું કામ નહીં કરુ. અનુષ્કાની આ વાત સાંભળ્યા બાદ ચાહકો પરેશાન થઈ ગયા છે. એક યુઝરે લખ્યુ- શું તેમણે અત્યારથી જ ફિલ્મો છોડી દીધી છે. સૂઈ ધાગા બાદ મને તેમની કોઈ ફિલ્મ યાદ નથી. અન્યએ લખ્યુ- ઈન્ડસ્ટ્રીથી દૂર રહીને તે અત્યારથી જ પોતાની લાઈફ એન્જોય કરી રહી છે.
અનુષ્કા છેલ્લી વખત ફિલ્મ ઝીરોમાં શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે નજર આવી હતી. જે બાદથી તેમણે એક્ટિંગમાંથી બ્રેક લઈ લીધો હતો. તે બાદ અનુષ્કા કોઈ ફિલ્મમાં નજર આવી નથી. તે હવે સ્પોટ્સ ડ્રામા ફિલ્મ ચકદા એક્સપ્રેસથી કમબેક કરવા જઈ રહી છે. તે ફિલ્મનું શૂટિંગ ખતમ કરી ચૂકી છે. જોકે હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી નથી.