બે એક્ટ્રેસ વચ્ચે થઈ બબાલ! તનુશ્રીએ રાખી સાવંત સામે નોંધાવી ફરિયાદ, બોલી- સજા અપાવીને રહીશ

બે એક્ટ્રેસ વચ્ચે થઈ બબાલ! તનુશ્રીએ રાખી સાવંત સામે નોંધાવી ફરિયાદ, બોલી- સજા અપાવીને રહીશ


Updated: Oct 13th, 2023

Image: Twitter 

નવી દિલ્હી,તા. 13 ઓક્ટોબર 2023, શુક્રવાર   

તનુશ્રીએ રાખી સાવંત વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આ દરમિયાન તનુશ્રીના વકીલ પણ હાજર હતા. અલગ-અલગ વીડિયોમાં રાખી દ્વારા કરવામાં આવેલા ખોટા આરોપો, માનહાનિ અને મોલેસ્ટેશન વિશે વાત કરી અને તેની કેસ નોંધવામાં આવ્યો છે. 

મીડિયા સાથે વાત કરતા તનુશ્રીએ કહ્યું કે, ઘણી કલમો લગાવવામાં આવી છે. 2018માં રાખી સાવંતે મને ઘણી પરેશાન કરી હતી. હું તેની સામે એફઆઈઆર નોંધાવવા આવી છું. 2018માં ‘Me Too મૂવમેન્ટ’ દરમિયાન તેના કારણે મને માનસિક આઘાત સહન કરવો પડ્યો હતો. રાખી સાવંતે મારી સામે આપેલા દરેક નિવેદનનો અમે રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે તેને બક્ષવામાં આવશે નહીં.”

તનુશ્રીએ કહ્યું કે, “આ વાત ત્યારે શરૂ થઈ જ્યારે ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝ દરમિયાન, મેકર્સે પહેલા રાખીને હટાવીને મને ફિલ્મમાં સામેલ કરી અને પછી નાના પાટેકર સાથેના વિવાદ બાદ તેઓ ફરીથી રાખીને પાછા લાવ્યા. મારા નામનો ઉપયોગ કરીને ફિલ્મ માટે પબ્લિસિટી મેળવવી અને પછી મને ફિલ્મમાંથી બહાર કરી નાંખવી”

તનુશ્રીએ આક્ષેપો કર્યા હતા

તનુશ્રી દત્તાએ એમ કહીને પોતાનું નિવેદન પૂરું કર્યું કે, લાઈમલાઈટમાં રહેવા માટે રાખી દર વર્ષે નવું ડ્રામા કરે છે.તેણે મારી આખી ઈમેજ બગાડી નાખી. રાખીએ મારા અંગત જીવનને નિશાન બનાવ્યું, તેના કારણે હું લગ્ન કરી શકી નહીં. રાખી લાંબા સમય સુધી મને પરેશાન કરતી રહી.

FIR આટલી મોડી કેમ નોંધાવી ?

તનુશ્રીએ કહ્યું કે, “મેં 2008 અને 2018માં પણ નાના પાટેકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ રાખીએ તેના સસ્તા વીડિયો અને મારા પરના આરોપોને કારણે મને નબળી બનાવી દીધી હતી. રાખીએ મારી સાથે જે કંઇ પણ કર્યું છે, તેની તેને સજા મળે.

Leave a comment