

Updated: Sep 20th, 2023
Image Source: Twitter
મુંબઈ, તા. 20 સપ્ટેમ્બર 2023 બુધવાર
જવાન આખા દેશમાં 500 કરોડના ક્લબમાં એન્ટ્રી લઈ ચૂકી છે. ફિલ્મે પોતાની રિલીઝના 13 માં દિવસે 14.4 કરોડની કમાણી કરી હતી. હવે 14 માં દિવસનું કલેક્શન સામે આવ્યુ છે.
શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ઘરેલુ બોક્સ ઓફિસ જ નહીં પરંતુ વર્લ્ડવાઈડમાં પણ ફિલ્મ ધમાલ મચાવી રહી છે. ફિલ્મે સમગ્ર દુનિયામાં અત્યાર સુધી 800 કરોડથી વધુ કલેક્શન કરી લીધુ છે અને હવે 900 કરોડના ક્લબમાં સામેલ થવા નજીક પહોંચી ગઈ છે. ફિલ્મે અત્યાર સુધી વર્લ્ડવાઈડ 883.68 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ પોતાની રિલીઝના 14 મા દિવસે 12 કરોડની કમાણી કરી શકે છે. આ સાથે ફિલ્મનું ટોટલ કલેક્શન 520.28 કરોડ થઈ જશે.
ફિલ્મની કહાની
જવાનને રિલીઝ થયે 14 દિવસ થઈ ગયા છે અને ફિલ્મ ત્યારથી એક બાદ એક નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મ એક પિતા-પુત્રની કહાની છે જેમાં રાજકીય અને સામાજિક મુદ્દાઓને ઉજાગર કરવામાં આવ્યા છે. જવાનમાં શાહરૂખ ખાનના ઘણા અલગ રૂપ જોવા મળ્યા છે. ફિલ્મમાં તેમની સાથે નયનતારા પણ મહત્વના રોલમાં છે. આ ઉપરાંત પ્રિયામણિ, રિદ્ધિ ડોગરા, લહર ખાન અને સાન્યા મલ્હોત્રા પણ મહત્વના પાત્રમાં નજર આવે છે.
‘જવાન’ ની OTT રિલીઝ
ઉલ્લેખનીય છે કે થિયેટર્સમાં ધૂમ મચાવ્યા બાદ હવે મેકર્સ જવાનને ઓટીટી પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. ચાહકો માટે ખાસ વાત એછે કે ફિલ્મ ઓટીટી પર અનકટ વર્જન સાથે રિલીઝ કરવામાં આવશે. જોકે ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે અત્યાર સુધીમાં તેનો કોઈ ખુલાસો થયો નથી.