બોલિવૂડ પણ દેશભક્તિના રંગે રંગાયું, સ્ટાર્સે આપી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા

બોલિવૂડ પણ દેશભક્તિના રંગે રંગાયું, સ્ટાર્સે આપી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા


દેશના ખૂણે-ખૂણે પ્રજાસત્તાકની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

Updated: Jan 26th, 2024


Bollywood Celebs extends greetings on 75th Republic Day : આજે દેશભરમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ સ્ટાર્સ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા ઘણા સેલેબ્સે તેમના ફેન્સને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે.

આજે દેશના ખૂણે-ખૂણે પ્રજાસત્તાકની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે

આજનો દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ છે. આજે 26મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં 75માં પ્રજાસત્તાક દિવસની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે પ્રજાસત્તાકની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અત્યારે જ્યારે આખો દેશ દેશભક્તિના રંગમાં ડૂબેલો છે, ત્યારે બોલિવૂડ કેવી રીતે પાછળ રહી શકે? દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડ સ્ટાર્સ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. બોલિવૂડના ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે પોતાના ફેન્સને 75માં પ્રજાસત્તાક દિવસની ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. 

અનુપમ ખેરે આપી શુભેચ્છા

બોલિવૂડના પીઢ અભિનેતા અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે, આ વીડિયોમાં દેશના જવાનોને પરેડ કરતા જોઈ શકાય છે. આ પોસ્ટ શેર કરતી વખતે અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘પ્રજાસત્તાક દિવસ પર તમામ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

અક્ષય કુમારે આ રીતે આપી શુભેચ્છા

દર વર્ષની જેમ આ વખતે પણ અક્ષય કુમારે તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે. આ ખાસ અવસર પર અક્ષયે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આ બંને સ્ટાર્સ હાથમાં ત્રિરંગો લઈને બીચ પર દોડતા જોઈ શકાય છે.

સની દેઓલ અને કંગના રનૌતે પણ આપી શુભેચ્છા

બોલિવૂડ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી કંગના રનૌતે પણ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી છે. સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર  પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવતી શેર પોસ્ટ કરી છે. જ્યારે કંગના રનૌતે પણ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને શુભકામનાઓ આપી છે.

Leave a comment