બોલીવૂડમાં ફલોપ રણવીર હોલીવૂડમાં કામ શોધવા લાગ્યો

બોલીવૂડમાં ફલોપ રણવીર હોલીવૂડમાં કામ શોધવા લાગ્યો


Updated: Jun 1st, 2023


– આલિયાની એજન્ટ કંપની સાઈન કરી

– રણવીરને ફિલ્મો ઉપરાંત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનાં એન્ડોર્સમેન્ટસની પણ આશા

મુંબઇ : બોલીવૂડમાં સતત નિષ્ફળ જઈ રહેલા રણવીર સિંહે હવે હોલીવૂડમાં પણ કામ શોધવાનું શરુ કર્યું છે. આ માટે તેણે ત્યાંની એક જાણીતી ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી હાયર કરી છે. 

અગાઉ, આલિયા ભટ્ટ પણ આ જ એજન્સી હાયર કરી ચુકી છે. આ એજન્સી  રોબર્ટ પેેન્ટિસન, રિહાના, ક્રિસ્ટન સ્ટીવર્ટ જેવા ટોચના હોલીવૂડ કલાકારોની કારકિર્દી  મેનેજ કરી રહી છે. 

આલિયાએ આ એજન્સી સાઇન કર્યા પછીે થોડા જ સમયમાં પોતાની હોલીવૂડ ડેબ્યુ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ મેળવી હતી. 

બોલીવૂડના સૂત્રોના મતે રણવીરનું ધ્યાન માત્ર હોલીવૂડની ફિલ્મો જ નહીં પરંતુ ત્યાંની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડસના એન્ડોર્સમેન્ટ મેળવવાનું પણ છે. ‘આરઆરઆર’ને ઓસ્કર મળ્યા પછી હોલીવૂડમાં ભારતનું બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મોની સંખ્યા વધે તેમ છે અને રણવી તેનો ફાયદો મેળવવા માગે છે. 

Leave a comment