બ્રિજ ભૂષણ મુદ્દે અનુરાગ ઠાકુરની પ્રતિક્રિયા, કહ્યું- કુસ્તીબાજોને ન્યાય મળશે, પરંતુ કાયદાકીય પ્રક્રિયા દ્વારા


‘સરકાર નિષ્પક્ષ તપાસ ઈચ્છે છે’: અનુરાગ ઠાકુર

દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી

Updated: Jun 2nd, 2023

રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આજે કુસ્તીબાજોના મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દરેક એ કુસ્તીબાજો માટે ન્યાયની ઈચ્છા રાખ્યે છીએ કે જેઓ આઉટગોઇંગ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે કાર્યવાહીની માંગ કરે છે, પરંતુ તે ત્યારે જ થશે જ્યારે કાયદા અને નિયમોની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

કુસ્તીબાજોના ન્યાયને લઇ અનુરાગ ઠાકુરનું નિવેદન 

અનુરાગ ઠાકુરનું આ નિવેદન એવા સમયે બહાર આવ્યું જ્યારે દેશના ટોચના કુસ્તીબાજોએ હરિદ્વારમાં ગંગા નદીમાં તેમના મેડલને પધરાવી દેવાનું કહ્યું હતું. બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટની આગેવાની હેઠળ દેશના ટોચના કુસ્તીબાજો બ્રિજ ભૂષણ સિંહ સામે જાતીય સતામણીના આરોપોને લઈને એક મહિનાથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા છે.

‘સરકાર નિષ્પક્ષ તપાસ ઈચ્છે છે’: અનુરાગ ઠાકુર 

રમતગમત મંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું- સરકાર નિષ્પક્ષ તપાસના પક્ષમાં છે. સરકાર ઈચ્છે છે કે ન્યાય મળે, પરંતુ તે યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા પછી થશે. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. સરકાર દ્વારા નિયુક્ત કમિટીએ બ્રિજભૂષણ સિંહ સામેના આરોપો અંગેનો અહેવાલ રજૂ કર્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. 

  

Leave a comment