

ઓડિશાના ડૉ.એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી કર્યું પરીક્ષણ
અગ્નિ પ્રાઈમ બેલિસ્ટિક મિસાઈલની રેન્જ એકથી બે હજાર કિલોમીટર
Updated: Jun 8th, 2023
ભારતની સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડ અને ડીઆરડીઓએ મળીને ઓડિશાના ડૉ.એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર અગ્નિ પ્રાઈમ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. પરિક્ષણ સાત જૂન 2023ની સાંજે સાડા સાત વાગ્યે કરવામાં આવ્યું. આ પહેલા જ આ વિસ્તારમાં નો ફ્લાઈ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું હતું.
BREAKING 🚨
First Pre Induction night launch of New Generation Ballistic Missile Agni Prime was successfully conducted off the coast of Odisha on 07 June 2023. pic.twitter.com/APfV0hVXs0
— Alpha Defense™ (@alpha_defense) June 8, 2023
અગ્નિ પ્રાઈમ મિસાઈલની ખાસિયત
તેને અગ્નિ-Pના નામથી પણ ઓળખવામાં છે. આ અગ્નિ સીરીઝની નવી પેઢીની મિસાઈલ છે. જેની રેન્જ એકથી બે હજાર કિલોમીટર છે. 34.5 ફૂટ લાંબી મિસાઈલ પર એક કે મલ્ટીપલ ઈન્ડેપેડન્ટલી ટારગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ વૉરહેડ લગાવી શકે છે.
આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ
MIRV એટલે એક જ મિસાઈલથી ઘણા ટારગેટ્સ પર હુમલો કરી શકાય છે. આ મિસાઈલ ઉચ્ચ તીવ્રતાવાળા વિસ્ફોટક, થર્મોબેરિક કે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. મિસાઈલના નાક પર 1500થી 3000 કિલોગ્રામ વજનના વૉરહેડ લગાવી શકાય છે. આ બે સ્ટેજના રૉકેટ મોટર પર ચાલનારી મિસાઈલ છે.
ત્રીજું સ્ટેજ દુશ્મન માટે ખતરાની ઘંટી
ત્રીજું સ્ટેજ MaRV છે એટલે કે, મેન્યૂવરેબલ રીએન્ટ્રી વ્હીકલ. ત્રીજા સ્ટેજને બીજાથી નિયંત્રિત કરીને દુશ્મનના ટારગેટ પર સટીક હુમલો કરી શકાય છે. તેને બીઈએમએલ-ટટ્રા ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લૉન્ચરથી છોડવામાં આવે છે. તેને ત્યારે બનાવાઈ જ્યારે ચીને ડીએફ-12ડી અને ડીએફ-26બી મિસાઈલો બનાવી. માટે ભારતે એરિયા ડિનાયલ વેપન તરીકે આ મિસાઈલને બનાવી.