ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા આવી રહ્યો છે ટાઈગર?

[ad_1]

Updated: Oct 13th, 2023

નવી મુંબઇ,તા. 13 ઓક્ટોબર 2023, શુક્રવાર 

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેની ફિલ્મ ‘ટાઈગર 3’ને લઈને ચર્ચામાં છે. ભાઈજાન ના ફેન્સ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. 

કાલે ભારત પાકિસ્તાન મેચ વચ્ચે YRF એ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ લાઈવ જોવાની વાત કરી રહ્યા છે.

સલમાન ખાને કહ્યું કે ટાઇગર 14 ઓક્ટોબરે ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ લાઇવમાં આવી રહ્યો છે. આ રીતે સલમાન ખાન વર્લ્ડ કપ મેચ દરમિયાન પોતાની ફિલ્મ ‘ટાઈગર 3’ વિશે જણાવવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ના મોટા પાયે પ્રમોશન માટે મેકર્સે સ્ટાર સ્પોર્ટ્સ સાથે જોડાણ કર્યું છે. 

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. હવે લોકો ફિલ્મના ટ્રેલર ની રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’નું ટ્રેલર 16મી ઓક્ટોબરે એટલે કે, સોમવારે રિલીઝ થશે. 

મનીષ શર્માના નિર્દેશનમાં બની રહેલી સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3′ આ દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી પણ જોવા મળશે. જ્યારે ઈમરાન હાશ્મી ફિલ્મ ‘ટાઈગર 3’માં વિલનની ભૂમિકામાં જોવા મળશે.

Leave a comment