

સુરત7 મિનિટ પહેલા
- કૉપી લિંક


પ્રતીકાત્મક તસ્વીર
- કિન્નર સાથે સંબંધ રાખવાના મુદ્દે હત્યા કરી હતી
ભાવનગર જિલ્લાના ફાર્મ હાઉસમાં એક મિત્રની તેના જ 3 મિત્રો હત્યા કરી હતી. આ હત્યાના ગુનામાં સુરત ક્રાઇમબ્રાંચે 3 હત્યારા મિત્રોને કાપોદ્રા યોગી ચોક પાસેથી પકડી પાડયા હતા. કિન્નર સાથેના સંબંધમાં મિત્રોએ હત્યા કરી હતી. જેમાં વાત એવી છે કે 26મી મેએ સાંજના સુમારે 4 મિત્રો ફાર્મ હાઉસમાં ગયા હતા.
જેમાં રાત્રીના સમયે જમવાની તૈયારી કરતા હતા તે વખતે ત્રણ મિત્રોએ વિશાલને કહ્યું કે તુ પાવૈયા(કિન્નર)સાથે કેમ સંબંધ રાખે છે, આથી વિશાલે ત્રણેયને ગાળો આપી માથાકૂટ કરી હતી. જેમાં કેવલ અને સંજયે વિશાલને પકડી રાખી હરપાલસિંહે ચપ્પુ વડે ઈજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરી તમામ ત્રણે આરોપીઓ ભાવનગરથી ભાગી છૂટ્યા હતા.
આ ગુનામાં ત્રણેય હત્યારાઓ સુરત ભાગી આવ્યા હોવાની બાતમી ક્રાઇમબ્રાંચને મળી હતી. જેના આધારે સુરત ક્રાઇમબ્રાંચે હત્યારા હરપાલસિંહ ઉર્ફે વરૂ મહિપતસિંહ ગોહિલ(32), સંજય નાનુ મકવાણા(29) અને કેવલ ઉર્ફે સાંગો રમેશ સોલંકી(26)(ત્રણેય રહે,ભાવનગર)ને શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. હત્યાના મામલે પકડાયેલા આ ત્રણેય આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ભાવનગર પોલીસને હવાલે કરી દીધા છે.