ભિડુ ફિર મોટી મત હોના; સ્મૃતિ ઈરાનીને કોને આપી ડાયટ એડવાઈસ?

ભિડુ ફિર મોટી મત હોના; સ્મૃતિ ઈરાનીને કોને આપી ડાયટ એડવાઈસ?


Updated: Dec 14th, 2023

નવી મુંબઇ,તા. 14 ડિસેમ્બર 2023,ગુરુવાર 

ભૂતપૂર્વ અભિનેત્રી અને વર્તમાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ તાજેતરમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી.  સ્મૃતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતી રહે છે.  સ્મૃતિ ઇરાનીએ આ ઇવેન્ટની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પોસ્ટમાં જેકી શ્રોફ અને જેડી મજેઠિયા સાથે બેઠેલા જોવા મળ્યા હતા. 

જેકી શ્રોફે સ્મૃતિ ઈરાનીને સ્લિમ થવાની ટિપ્સ આપી

પોસ્ટની સાથે સ્મૃતિ ઈરાનીના ફની કેપ્શને ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ શેર કરેલી તસવીરોમાં સ્મૃતિ ઈરાનીએ અલગ રીતે લખ્યું – ‘બે પ્રકારની આહાર સલાહ – ઘણી મહેનત વધુ પણ કોઈ ચમત્કાર નહીં. ભીડુ, વજન ઉતારો… ફીટ રહો.  ઈંડા, રીંગણ ખાઓ, બ્રેડ નહી… બહેન ડાયટ કર કોઇને ખબર નહીં પડે.

બીજી તસવીરમાં સ્મૃતિ એક્ટર-પ્રોડ્યુસર જેડી મજેઠિયા સાથે ચેટ કરતી દેખાઈ રહી છે. આ પોસ્ટ્સ પર કોમેન્ટ કરતી વખતે ફેન્સે પણ રિએક્શન આપ્યું અને લખ્યું- ‘તમારી સેન્સ ઓફ હ્યુમર અદ્ભુત છે, તમે ખૂબ જ સારા દેખાઈ રહ્યા છો સ્મૃતિ મેમ, તમે ખૂબ જ સુંદર મહિલા છો’, જ્યારે અન્ય ફેન્સે કહ્યું- ‘શું કોઈને ડાયટ વિશે ખબર છે? કામ કરશે નહીં’. આ પોસ્ટ અને સ્મૃતિ ઈરાનીનું કેપ્શન પણ સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે.

Leave a comment