[ad_1]
રાજ્યની પ્રાદેશિક અખંડિતતા સાથે સમજુતી થશે તો અમે પુરસ્કારો પરત આપી દઈશું : પુરસ્કાર વિજેતા ખેલાડીઓ
ખેલાડીઓએ કહ્યું, જો માંગ પુરી ન થાય તો ભારતનું પ્રતિનિધિ નહીં કરે અને ઉભરતી પ્રતિભાને તાલીમ પણ નહીં આપે
Updated: May 30th, 2023
ઈમ્ફાલ, તા.30 મે-2023, મંગળવાર
મણિપુરના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ખેલાડીઓએ આજે કહ્યું કે, જો રાજ્યની પ્રાદેશિક અખંડિતતા સાથે સમજુતી કરાશે તો તેઓ સરકાર દ્વારા અપાયેલા પુરસ્કારો પરત કરી દેશે. આમાંથી 11 ખેલાડીઓએ રાજ્યની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહને આવેદન સોંપવા પહોંચ્યા હતા, જોકે અમિત શાહ કુકી પીડિતો અને સંગઠનોને મળવા ચુરાચાંદપુર ગયા હોવાથી તેઓ આવેદન આપી શક્યા ન હતા. ધ્યાનચંદ પુરસ્કાર વિજેતા ચાનુએ કહ્યું કે, અમે મુખ્યમંત્રી એન.બીરેન સિંહને આવેદનની એક કોપી સોંપી છે. તેમણે ચુરાચાંદપુરથી પરત પર્યા બાદ અમિત શાહ સાથે સાંજે બેઠક યોજવાનું આશ્વાસન આપ્યું છે. અમે ત્યારે શાહને આવેદન આપીશું.
અમિત શાહ અમને મણિપુરની અખંડિતતાની સુરક્ષા અંગે ખાતરી નહીં આપે તો…
આ 11 ખેલાડીઓમાં એલ.અનીતા ચાનુ (ધ્યાનચંદ પુરસ્કાર વિજેતા), અર્જુન પુરસ્કાર વિજેતા એન.કુંજરાણી દેવી (પદ્મશ્રી), એલ.સરિતા દેવી અને ડબલ્યુ.સંધ્યારાણી દેવી (પદ્મશ્રી પુરસ્કાર વિજેતા) અને એસ.મીરાબાઈ ચાનુ (પદ્મશ્રી અને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર વિજેતા) સામેલ છે. અનીતા ચાનુએ એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું, કે, જો અમિત શાહ અમને મણિપુરની અખંડિતતાની સુરક્ષા અંગે ખાતરી નહીં આપે તો અમે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા અમારા પુરસ્કારો પરત કરીશું.
અમિત શાહને સોંપશે આવેદન, સુરક્ષા દળો પર પણ ઉઠાવ્યા સવાલ
તેમણે કહ્યું કે, જો માંગ પુરી ન થાય તો આગામી સમયમાં ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિ નહીં કરે અને ઉભરતી પ્રતિભાને તાલીમ પણ નહીં આપે. 11 ખેલાડીઓએ આવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો છે. અન્ય અર્જુન પુરસ્કાર વિજેતાઓ દ્વારા પણ આવેદનમાં હસ્તાક્ષર કરાયા છે, જેમાં ઓઈનમ બેમ્બેમ દેવી (પદ્મશ્રી), એન.સોનિયા ચાનુ, એમ.બાયોજીત સિંહ, વાય.સનથોઈ દેવી, એલ.શુશીલા દેવી અને એમ સુરંજય સિંહનો સમાવેશ થાય છે. આ આવેદનમાં ખેલાડીઓએ લોકોને મારીને અને ઘરોમાં સળગાવીને ‘મણિપુરની અખંડતાને પડકાર ફેંકનારા કુકી આતંકવાદીઓ’ છતાં હિંસાને પર નિયંત્રણ મેળવવા મામલે કેન્દ્રીય સુરક્ષા દળો પર સવાલ પણ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે નિઃશસ્ત્ર નાગરિકો પર આવા પ્રકારના હુમલાઓની નિંદા કરીએ છે, ખાસ કરીને ખીણના જિલ્લાઓની આસપાસના વિસ્તારોમાં… ખેલાડીઓએ કુકી ઉગ્રવાદી જૂથો સાથે સસ્પેન્શન ઓપરેશન સમજુતી રદ કરવા, વહેલીતકે શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃ સ્થાપિત કરવા અને મણિપુરની એકતા અને અખંડીતતાની સુરક્ષા કરવાની માંગ કરી રહ્યા છે.