[ad_1]
Updated: Dec 21st, 2023
Image Source: Twitter
– જેક્લિન ફર્નાન્ડિઝે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ મામલે ED દ્વારા તેમના વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસને રદ કરવાની માંગ કરી
નવી દિલ્હી, તા. 21 ડિસેમ્બર 2023, ગુરૂવાર
Jacqueline Fernandes Case Hearing: મની લોન્ડરિંગ મામલે ફિલ્મ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની અરજી પર દિલ્હી હાઈકોર્ટે EDને નોટિસ ફટકારી છે. જેક્લિન ફર્નાન્ડિઝે મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ મામલે ED દ્વારા તેમના વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસને રદ કરવાની માંગ કરી છે.
દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રીની અરજી પર EDને નોટિસ જારી કરી છે. આ મામલે આગામી સુનાવણી 29 જાન્યુઆરી 2024ના રોજ થશે. આ મામલે જેક્લિને દાવો કર્યો છે કે, તે ખુદ એક પીડિતા છે તે કોઈ અપરાધી નથી.
અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીઝ સાથે જોડાયેલો આ મામલો 200 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. તેણે બુધવારે એક દિવસ પહેલા જ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને આ કેસમાં ED દ્વારા તેની વિરુદ્ધ નોંધાયેલ FIR રદ કરવાની અપીલ કરી હતી.
અરજીમાં આ મામલે ED દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી પૂરક ચાર્જશીટ અને અહીંની ટ્રાયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ સંબંધિત કાર્યવાહીને રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે.