મીકા સિંહે જેક્લિન ફર્નાન્ડિસના ફોટા પર કમેન્ટ કરવી પડી ભારે,સુકેશે સિંગર પર ફટકારી કાયદાકીય નોટિસ

[ad_1]

Updated: Oct 5th, 2023

નવી મુંબઇ,તા. 5 ઓક્ટોબર 2023, ગુરુવાર

મેગા ઠગ સુકેશ ચંદ્રશેખરે ગાયક મીકા સિંહને કાનૂની નોટિસ મોકલી છે. સુકેશે પ્રખ્યાત ગાયક-સંગીતકાર મીકા સિંહને જેકલીનના ઈન્સ્ટાગ્રામ ફોટો પર ટિપ્પણી કરવા બદલ કાનૂની નોટિસ મોકલી છે.

એકટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે હોલિવૂડ એક્ટર જીન ક્લાઉડ વેન ડેમ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. આ ફોટો પર મીકા સિંહે એક કોમેન્ટ કરી હતી. જે બાદમાં મીકા સિંહે ડિલીટ કરી નાંખી હતી પણ બાદમાં તે વાયરલ થઇ ગઇ હતી. જેને લઈને સુકેશે હવે મીકા સિંહને ચેતવણી આપી છે.

મીકાએ જેક્લીન ફર્નાન્ડિસ અને હોલિવૂડ એક્ટર જીન ક્લાઉડના ફોટો પર લખ્યું હતું, ‘તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો…,તે સુકેશ કરતાં ઘણો સારો છે’ આ વિવાદાસ્પદ કોમેન્ટના થોડા સમય બાદ મીકા સિંહે પોતાની કોમેન્ટ ડીલીટ કરી દીધી હતી. 

મળતી માહિતી પ્રમાણે સુકેશના વકીલ અનંત મલિકે નોટિસમાં કહ્યું છે કે, ‘તમારા નિવેદનથી અમારા અસીલના પાત્ર અને વ્યક્તિત્વ વિશે વ્યાપક જાહેર ચર્ચા થઈ છે, જેના કારણે તેમને મીડિયાના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે. તમારી ટિપ્પણીથી અમારા ક્લાયંટની ઇમેઝ તો કલંકિત થઈ જ છે પરંતુ તેમના અંગત અને વ્યાવસાયિક જીવન પર પણ પ્રતિકૂળ અસર થઈ છે.

લીગલ નોટિસમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સુકેશ એક પ્રખ્યાત વ્યક્તિ છે, જે બોલિવૂડ અને રાજકીય ઘરોની નજીક છે. આ નિવેદનોથી સુકેશની ઇમેઝને નુકશાન પહોંચી શકે છે. મિકા સિંહ પોતે પણ બોલિવૂડમાંથી આવે છે. તેઓ જાણે છે કે ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવો કેટલું મુશ્કેલ છે, તેમ છતાં તેમણે ખૂબ જ ખરાબ કમેન્ટ કરી છે. તમારા તરફથી આ એક જાણી જોઈને કરવામાં આવેલું હતાશાજનક કાર્ય હતુ. તેથી, તમને જાણ કરવામાં આવે છે કે તમારી બદનક્ષીભરી ટિપ્પણી દ્વારા તમે બદનક્ષીનો ગંભીર ફોજદારી ગુનો કર્યો છે, અને તેથી, અન્ય બાબતોની સાથે, તમે ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 499/500ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે.”

Leave a comment