મુનમુન દત્તા પર આપેલા પોતાના નિવેદનને લઇને TMKOCની બાવરીએ લીધો યુ-ટર્ન, મીડિયા રિપોર્ટસને ગણાવ્યો ખોટો

મુનમુન દત્તા પર આપેલા પોતાના નિવેદનને લઇને TMKOCની બાવરીએ લીધો યુ-ટર્ન, મીડિયા રિપોર્ટસને ગણાવ્યો ખોટો


Image Source: Twitter 

નવી દિલ્હી,તા. 2 જૂન 2023, શુક્રવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘણા સમયથી વિવાદોમાં છે. સૌપ્રથમ, જેનિફર મિસ્ત્રી બંસીવાલે લોકપ્રિય સિટકોમ પર કામ કરવા અંગે કેટલાક ચોંકાવનારા દાવા કર્યા હતા. બાદમાં મોનિકા ભદોરિયા અને પ્રિયા રાજદા આહુજાએ પણ આવો જ ખુલાસો કર્યો હતો. લગભગ 6 વર્ષ સુધી મોનિકાએ આ શોમાં ‘બાવરી’નું પાત્ર ભજવ્યું હતું. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં જ મોનિકાએ મુનમુન દત્તાનો શો છોડવાનું કારણ જણાવ્યું હતું. હવે મોનિકાએ આ નિવેદન પર સ્પષ્ટતા આપી છે.

મોનિકા ભદોરિયાએ મુનમુન દત્તા વિશેના તેના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. ટેલી ચક્કરના એક અહેવાલ મુજબ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મોનિકા ભદૌરિયા ઉર્ફે પૂર્વા બાવરીએ દાવો કર્યો હતો ,કે તેણે ક્યારેય મુનમુન દત્તાને શો છોડવા વિશે નિવેદન આપ્યું નથી. અભિનેત્રીએ આ અહેવાલોને જુઠ્ઠા ગણાવ્યા અને વધુમાં કહ્યું કે, મુનમુન મને ખૂબ જ પ્રિય છે અને તે તેના વિશે આવી વાતો ક્યારેય નહીં કહે.

મોનિકા ભદોરિયા મીડિયા પર થઈ ગુસ્સે 

મોનિકા ભદોરિયાએ વધુમાં દાવો કર્યો કે, તે લગભગ ત્રણ વર્ષથી આ શોનો ભાગ નથી અને તેને કોઈ ખ્યાલ નથી કે આ દિવસોમાં શોમાં કોણ જોડાઈ રહ્યું છે અને શો ને કોણ છોડી રહ્યું છે. 

મોનિકા ભદોરિયાએ કહ્યું કે, “મેં આવું કંઈ સાંભળ્યું નથી અને મેં આવું કંઈ કહ્યું પણ નથી. કેટલીક મીડિયા ચેનલો છે, જે જૂઠાણું ફેલાવી રહી છે કે, હું આ નિવેદન આપી રહી છું પરંતુ હું એવી નથી, હું આવું ક્યારેય નહીં કરું.”

મેકર્સના ટોર્ચર સ્ટેટમેન્ટ પર મોનિકાએ શું કહ્યું?

અભિનેત્રીએ શેર કર્યું કે, તેણે કશું કહ્યું નથી. મીડિયા આને પોટ્રેટ કરી રહ્યો છે. મોનિકાએ ચોક્કસપણે કહ્યું કે, તેના ઇન્ટરવ્યુ અગ્રેસિવ હતા. આનું કારણ બતાવતા કહ્યું કે, તેમણે પોતાની માતાને આ દુનિયામાંથી વિદાય લેતા જોયા છે, તે એ સમયે અસહાય અનુભવી રહી હતી, કારણ કે, તેમને હોસ્પિટલના ચક્કર લગાવવા પડતા હતા, અને ફરી સેટ પર પાછા આવવુ પડતુ હતુ, અને તેમના ટોર્ચરનો સામનો કરવો પડતો હતો. તે કંઇ પણ કહ્યાં વગર ત્યાંથી નીકળી ગઇ અને હવે જઇને પોતાની આપવીતી કહી હતી.  

મોનિકાએ કહ્યું કે, સેટ પર વસ્તુઓ સતત ખરાબ થતી જઇ રહી છે. નિર્માતાઓએ તેને ક્યારેય ફોન કર્યો નથી અને તેઓ ફક્ત તેમની સુવિધા માટે જ કરે છે.

Leave a comment