મૈસૂરમાં પ્રભાસનું મીણનું સ્ટેટયૂ મૂકાતાં વિવાદ

[ad_1]

Updated: Sep 27th, 2023


– ચાહકોને પૂતળું ખાસ પસંદ ન પડયું

– મંજૂરી વિના પૂતળું મૂકાતાં કાનૂની કાર્યવાહીની ‘બાહુબલી’ ફિલ્મના નિર્માતાની જાહેરાત

મુંબઇ : અભિનેતા પ્રભાસનું કર્ણાટકના મૈસુરના મ્યુઝિયમમાં એક સ્ટ્ેચ્યુ મુકવામાં આવતાં વિવાદ સર્જાયો છે. ચાહકોને આ પૂતળાંમાં પ્રભાસનો ગેટ અપ ખાસ ગમ્યો નથી. બીજી તરફ ‘બાહુબલી’ ફિલ્મના નિર્માતાએ પ્રભાસના આ લૂક્સ પર તેમનો અધિકાર હોવાનું જણાવી પૂતળું મૂકનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી છે. 

સોશિયલ મીડિયા પર આ પૂતળાંની તસવીરો વાયરલ થઈ હતી. તે પછી ‘બાહુબલી’ના નિર્માતાએ કહ્યું હતું કે ‘બાહુબલી’ ફિલ્મનાં પાત્રને લગતી કોઈપણ કૃતિ અમારી મંજૂરી વિના જાહેરમાં રજૂ કરી શકાય નહીં કે તેનો કમર્શિઅલ ઉપયોગ કરી શકાય નહીં. આ મ્યુઝિયમના  સર્જકોએ અમારી પરવાનગી લીધી નથી. આથી અમે કાનૂની કાર્યવાહી કરવાના છીએ. 

બીજી તરફ ચાહકોએ પણ આ પૂતળાંની ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પૂતળું બિલકૂલ પરફેક્ટ નથી. ‘બાહુબલી’ ફિલ્મમાં પ્રભાસનો જે પ્રભાવ પડતો હતો તેની સરખામણીએ આ પૂતળું બહુ પ્રભાવશાળી નથી.

Leave a comment