મોડી રાત્રે ખાવાની ટેવવાળા સાવધાન, પાચનતંત્રને નુકસાન સાથે થઈ શકે છે અનેક રોગો

[ad_1]

Image Envato

તા. 26 મે 2023, શુક્રવાર 

આજકાલ લોકોની ખાણી પીણી અને લાઈફ સ્ટાઈલમાં ઘણો બદલાવ આવી ગયો. અત્યારે મોટાભાગના લોકો એવા હોય છે, જે મોડી રાત સુધી જાગતા રહે છે, અને ખાવાનું પણ મોડા મોડા કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે મોડી રાત્રે ખાવાની આ આદત સ્વાસ્થ્ય માટે ખૂબ દ ખરાબ છે, અને તેમા ખાસ કરીને તમારા પાચન માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ બાબતે તમે પોતે જ અનુભવ કર્યો હશે કે ક્યારેક કોઈ કારણસર મોડા જમવાનું થયુ હોય ત્યારે તમારું પેટ ફૂલી જાય છે, ગેસ ઉત્પન્ન થાય છે અને સવારે આંતરડાની બરાબર સાફ થતા નથી, મળ પણ બરાબર નીકળતો નથી. 

દરરોજ મોડી રાત્રે ખાવાની ટેવ ધરાવો છો તો આ બિનઆરોગ્યપ્રદ ખોરાક છે

રોજ  મોડી રાતે ખાવાથી  કેટલાક લોકોમાં અપચો અને ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓ થતી જોવા મળી છે. આયુર્વેદિક ચિકિત્સકોએ આ બાબતે કેટલાક સુચનો આપ્યા છે જેમા મોડી રાત્રે ખાવાના પાચનતંત્રને થતા અનેક ગેરફાયદાઓ વિશે વાત કરી છે.  જો તમે પણ દરરોજ મોડી રાત્રે ખાવાની ટેવ ધરાવો છો તો આ બિનઆરોગ્યપ્રદ ખોરાક છે. આવો તો આ લેખમાં આપણે પાચનક્રિયા પર તેની અસર વિશે વિગતવાર જાણીએ.

આયુર્વેદની સલાહ પ્રમાણે રાત્રિભોજન સૂર્યાસ્ત પહેલા અથવા 7 વાગ્યા સુધી કરી લેવું.

છાતીમા બળતરા થવી અને ગેસ થવો એ સામાન્ય રીતે જોઈએ તો આ મોડા ખાવાની ટેવવાળા લોકોમાં ખાસ જોવા મળે છે. એવું જોવામાં આવ્યું છે કે જે લોકો મોડી રાત્રે જમ્યા પછી ઊંઘે છે, તેમને અપચોની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળી છે. આનુ મુળ  કારણ એ છે કે જ્યારે તમે રાત્રે સૂવા જાઓ છો ત્યારે અન્નનળીની ગ્રંથિની દિવાલો આરામ કરતી હોય છે, જેનાથી એસિડિટી થઈ શકે છે. એટલે આયુર્વેદની સલાહ પ્રમાણે આદર્શ રાત્રિભોજન સૂર્યાસ્ત પહેલા અથવા ઓછામાં ઓછા 7 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ.

ઊંઘ પર પણ ​​અસર થાય છે

મોડા જમ્યા પછી પેટ ભરેલું લાગતું હોવાથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે. આદર્શરીતે રાત્રિભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર હોવું જોઈએ. તેથી જ આયુર્વેદ પ્રમાણે આપણે હળવું અને સાદુ ભોજન લેવું જોઈએ. સૂતા પહેલા ખોરાક લેવો પાચનતંત્રને નુકસાનકારક છે. 

અપચો થઈ શકે છે

રાત્રે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો સમયગાળો કફનો હોય છે, તેથી વ્યક્તિએ રાત્રે ભારે, વધુ પડતો, ખારો અને મીઠો ખોરાક લેવાથી દુર રહેવુ જોઈએ. કારણ કે તેનાથી અપચો થઈ શકે છે. રાત્રે 8 વાગ્યા પછી ખાવું એ આપણા સ્વાસ્થ્ય માટે સારુ નથી. જો તમારે ખાવું જ હોય તો થોડું ખાઓ અને સૂતા પહેલા થોડા ચાલીને પછી સુવા માટે જાઓ.

Leave a comment