

એક અખબારના અહેવાલને ટાંકતા ટ્વિટર પર પીએમ મોદીને ટેગ કર્યા
Updated: Jun 2nd, 2023
![]() ![]() |
image : Twitter |
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ અંગે ભાજપ સરકાર સામે તીખા પ્રહાર કર્યા હતા. તેમણે એક અખબારના અહેવાલને ટાંકતા ટ્વિટર પર પીએમ મોદીને ટેગ કર્યા હતા. તેમણે પીએમ મોદીને સવાલ કર્યો કે નરેન્દ્ર મોદીજી આ ગંભીર આરોપો વાંચો અને દેશને જણાવો કે આરોપી સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ નથી કરાઈ?
પ્રિયંકા ગાંધીનું આક્રમક વલણ
ખરેખર તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક અખબારનો રિપોર્ટ શેર કર્યો હતો જેમાં બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ છેડતી અને જાતીય સતામણીના એક બે નહીં પણ 10 કેસનો ઉલ્લેખ કરાયો છે. તેમાં બ્રિજભૂષણ સામે યૌન સંબંધ બાંધવાનો પણ આરોપ છે અને ખેલાડીઓ કહે છે કે તેમની સામે બ્રિજભૂષણે અનેકવાર છેડતી કરી હતી.