મોદી સરકારને 2024માં હેટ્રિકથી રોકવા વિપક્ષો લાવ્યા નવો પ્લાન, મેદાનમાં ઉતાર્યા ‘સ્પેશિયલ 8’

[ad_1]

File Photo

નવી દિલ્હી, તા.08 જૂન-2023, ગુરુવાર

વિરોધ પક્ષો એક થઈને કેન્દ્રમાં ભાજપ અને મોદી સરકારને સત્તા પરથી ઉથલાવવા માટે નવી યોજના પર કામ કરી રહ્યા છે. આ માટે કેટલાક જૂના કોંગ્રેસીઓ અને કેટલાક કહેવાતા બૌદ્ધિકોએ 8 લોકોનો સેક્યુલર મોરચો બનાવ્યો છે. મોદી સરકારે 2014 અને 2019માં જીતનો ઝંડો લહેરાવ્યો હતો, તો હવે 2024માં મોદી સરકાર હેટ્રિક ન કરે તેના પર તમામ વિરોધ પક્ષો નજર રાખી રહ્યા છે. 

મોદી સરકારને હેટ્રીકથી રોકવા વિપક્ષોનું મોટું બલિદાન

વિપક્ષોને ચિંતા છે કે, જો મોદી સરકાર 2024માં જીતશે તો દેશમાં સેક્યુલરિઝમ ખતરામાં આવી જશે. તેથી 2024માં મોદી સરકારને હેટ્રીક કરતા રોકવા તમામ વિરોધ પક્ષોએ પોતાના હિતો, બેઠકો અને જિદના રાજકારણનું બલિદાન આપી એક સાથે આવવું પડશે. ‘સ્પેશિયલ 8’ લોકોના સેક્યુલર મોરચાએ આ થીમ પર કામ કરવામાં જોતરાઈ ગયા છે. 

‘સ્પેશિયલ 8’ મોરચામાં આ લોકોનો સમાવેશ

આ ‘સ્પેશિયલ 8’ મોરચામાં પ્રોફેસર અપૂર્વાનંદ, મણિશંકર ઐયર, જોન દયાલ, શશિ થરૂર, વજાહત હબીબુલ્લાહ, જવાહર સિરકાર, સલમાન ખુર્શીદ સામેલ છે. ‘સ્પેશિયલ 8’ના સંયોજક તરીકે કેપ્ટન પ્રવીણ દાવર નેતૃત્વ કરશે. આ મોરચો ગુપ્ત રીતે મીડિયાની હેડલાઈન્સથી દૂર પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે.

ભાજપે કહ્યું, ‘મુંગેરીલાલ કે હસીન સપને’

કન્વીનર પ્રવીણ ડાવરે કહ્યું કે, આ મોરચાએ પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે. આ રણનીતિ હેઠળ ‘સ્પેશિયલ 8’ની ટીમ જુદી રીતે મુલાકાત કરશે અને તેમને સમજાવવાનો પ્રયાસ કરશે કે, મોદી સરકારને હટાવવા અને ધર્મનિરપેક્ષતાને બચાવવા દરેકે કોઈપણ કિંમતે એકસાથે આવવું પડશે અને આ માટે ગત વખત કરતાં થોડી ઓછી બેઠકો પર લડીને અન્ય વિપક્ષી પાર્ટી સાથે ગઠબંધન થાય તો રાજકીય બલિદાન પણ આપવું પડશે. બીજી તરફ ભાજપના મુખ્તાર અબ્બાસ નકવીએ આ પહેલને ‘મુંગેરીલાલ કે હસીન સપને’ કહી રહ્યા છે. તેમણે કહ્યું કે, મુંગેરી અનેક, સપનું એક…

‘સ્પેશિયલ 8’ કોંગ્રેસ સાથે કરશે પણ વાત

મહત્વની વાત એ છે કે, ‘સ્પેશિયલ 8’નો મોરચો આ મામલે કોંગ્રેસ સાથે પણ વાત કરશે. આ મોરચાએ CPM નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરીને તેની શરૂઆત કરી છે. ખાસ વાત એ છે કે, આ ટીમમાં સામેલ કોંગ્રેસીઓએ પાર્ટીથી અલગ આ મંચમાં જોડાવા માટે હાઈકમાન્ડ પાસેથી મંજૂરી મેળવી લીધી છે. ઉપરાંત ‘સ્પેશિયલ 8’ની ટીમ કોંગ્રેસ ઉપરાંત KCR, BJD, JDS અને YSR કોંગ્રેસ જેવી પાર્ટીઓ સાથે પણ વાતચીત કરશે.

Leave a comment