મોદી સરકારે વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને આપી મંજૂરી, કેબિનેટની બેઠક બાદ લીધો નિર્ણય


આ યોજના હેઠળ દરેક બ્લોકમાં 2000 ટન અનાજ સંગ્રહ ગોડાઉન બનાવવામાં આવશે

આ યોજના પર લગભગ એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે

Updated: May 31st, 2023

Image : Twitter

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી અન્ન સંગ્રહ યોજના શરૂ કરવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ મોદી સરકારે આ નિર્ણય લીધો છે. આ યોજના ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને મોદી સરકારે મંજૂરી આપી છે.

વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજનાની મંજૂરી

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ યોજના પર નિવેદન આપીને કહ્યું હતું કે આજની કેબિનેટ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજનાની મંજૂરી પર નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1450 લાખ ટનની સંગ્રહ ક્ષમતા છે અને હવે સહકારી ક્ષેત્રમાં 700 લાખ ટન સંગ્રહ ક્ષમતા શરૂ થશે. આ યોજના પર લગભગ એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજના હેઠળ દરેક બ્લોકમાં 2000 ટન અનાજ સંગ્રહ ગોડાઉન બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજની બેઠકમાં Citiis 2.0 લોન્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના ભાગો Citiis 1.0 જેવા જ રહેશે. તેના માટે 1866 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આગામી પાંચ વર્ષનું આયોજન

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં સહકારી ક્ષેત્રમાં સંગ્રહ ક્ષમતામાં ઝડપથી વધારો કરવામાં આવશે. આ પછી સંગ્રહ ક્ષમતા 2,150 લાખ ટન થશે. અનુરાગ ઠાકુરે તેને વિશ્વની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમ ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારનું આ પગલું અનનો બગાડ અટકાવશે કારણ કે હાલમાં દેશમાં મોટા પ્રમાણમાં અનાજનો સંગ્રહ ક્ષમતાના અભાવે બગાડ થાય છે. આનાથી આયાત પરની નિર્ભરતા પણ ઘટશે અને ગ્રામીણ વિસ્તારોમાં અનાજ સંગ્રહ ક્ષમતાના વિકાસને કારણે ગ્રામીણ લોકો માટે રોજગારીની તકો પણ ઉભી થશે.

Leave a comment