[ad_1]
Updated: Jan 18th, 2024
– આનંદ મહિન્દ્રાએ ફિલ્મના એક્ટર્સના પરફોર્મન્સના પણ ખૂબ વખાણ કર્યા
નવી દિલ્હી, તા. 18 જાન્યુઆરી 2024, ગુરૂવાર
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ 12th Fail ફિલ્મનો રિવ્યૂ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે પોતાના ચાહકો અને ફોલોઅર્સને સલાહ આપી છે કે, જો તમે વર્ષમાં એક ફિલ્મ જોવા માંગો છો તો ફિલ્મ 12th Fail જુઓ. તેમની આ પોસ્ટ પર બોલીવુડ એક્ટર વિક્રાંત મેસીએ પ્રતિક્રિયા આપી છે. આ ફિલ્મમાં તેમણે IPS ઓફિસર મનોજ કુમાર શર્માનું પાત્ર ભજવ્યુ છે.
ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડાની પ્રશંસા કરી
આ ફિલ્મ એક રિયલ સ્ટોરી પર આધારિત છે. આનંદ મહિન્દ્રાએ ફિલ્મના એક્ટર્સના પરફોર્મન્સના પણ ખૂબ વખાણ કર્યા છે. તેમણે આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે ફિલ્મના ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડાની પણ પ્રશંસા કરી છે.
પોતાના રિવ્યૂમાં ફિલ્મના પ્લોટ વિશે બોલતા તેમણે કહ્યું કે, માત્ર નાયક જ નહીં પરંતુ સફળતાના ભૂખ્યા લાખો યુવા જેઓ વિશ્વની સૌથી વધુ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાંથી એકને પાસ કરવા માટે તમામ અવરોધો વિરુદ્ધ સંઘર્ષ કરે છે.
તેમણે ફિલ્મની સુપર કાસ્ટિંગ માટે પણ ડાયરેક્ટરના વખાણ કર્યા અને કહ્યું કે, તમામ કેરેક્ટર્સે પોતાનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આનંદ મહિન્દ્રાએ ફિલ્મના મુખ્ય પાત્ર વિક્રાંત મેસીના પણ ખૂબ વખાણ કર્યા. તેમણે લખ્યું કે, વિક્રાંતે માત્ર પાત્રના જીવનનો અભિનય જ નથી કર્યો પરંતુ તે તેને જીવી રહ્યો હતો.
પોસ્ટ પર વિક્રાંત મેસીએ પ્રતિક્રિયા આપી
આ પોસ્ટ પર વિક્રાંત મેસીએ પ્રતિક્રિયા આપી છે. તેણે આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો. મેસીએ લખ્યું- આભાર મિસ્ટર મહિન્દ્રા. અમારા પ્રયાસો માટે તમારી પ્રશંસા અને ફિલ્મને રિકમેન્ડ કરવું એ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને મને વિશ્વાસ છે કે, અમારી ટીમનું પ્રત્યેક સદસ્ય સમાન ઉત્સાહ રાખે છે. તમે લાખો લોકો માટે પ્રેરણા છો. ફરીથી આભાર.
આ પોસ્ટને અત્યાર સુધીમાં 9.84 લાખથી વધુ લોકોએ જોઈ છે. લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.