રણબીરની રામાયણ ફિલ્મમાં સની દેઓલને હનુમાનના પાત્રની ઓફર

રણબીરની રામાયણ ફિલ્મમાં સની દેઓલને હનુમાનના પાત્રની ઓફર


Updated: Oct 11th, 2023


– સની જ ઔષધિ ધરાવતો પહાડ ઉંચકી શકે

– આ ઓફરની અફવા અંગે સની કે સર્જક નિતેશ તિવારી તરફથી કોઈ સ્પષ્ટતા નહીં

મુંબઇ: રણબીરની ‘રામાયણ’ ફિલ્મમાં હનુમાનનો રોલ ભજવવા માટે સની દેઓલને ઓફર થઈ હોવાનું કહેવાય છે. 

અહેવાલો અનુસાર સનીએ  પણ ‘રામાયણમા’ં હનુમાનના રોલ માટે રૂચિ દેખાડી છે. જોકે હાલ આ વાત પ્રારંભિક તબક્કે છે અને તે અંગે કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. સની કે પછી સર્જક  નિતેશ તિવારીએ આ અંગે હજુ કશું  કહ્યું નથી. ફિલ્મની ટીમનું માનવું છે કે હનુમાનજીનાં પરાક્રમોને પડદા પર સાકાર કરવા માટે સની સૌથી યોગ્ય અભિનેતા છે. હનુમાનજી ઔષધિનો આખો પ્હાડ ઊંચકી લેતા હોય તેવા સીનમાં સની દેઓલ ફિટ થઈ શકે છે. ‘ગદ્દર ટૂ ુની સફળતા પછી સની દેઓલ નિર્માતાઓની નજરમાં  છે. જોકે, સની દેઓલે નવી ફિલ્મો સ્વીકારવામાં કોઈ ઉતાવળ કરી નથી. હાલમાં તેણે ‘બોર્ડર ટૂ’ની તૈયારી શરુ કરી છે. આ ઉપરાંત તે આમિર ખાન પ્રોડક્શન્સની ‘લાહોર ૧૯૪૭’ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

Leave a comment