

Updated: Sep 10th, 2023
– રણબીરના જન્મદિવસે ટીઝર લોન્ચ થશે
– ફિલ્મ સમયસર રીલીઝ થાય તે માટે ડાયરેક્ટર સંદિપ વાંગા રેડ્ડીનો ઓવરટાઈમ
મુંબઈ: રણબીર કપૂરની નવી ફિલ્મ ‘એનિમલ’આગામી ડિસેમ્બરમાં રીલીઝ થશે. ફિલ્મ સમયસર રીલીઝ કરવા માટે હાલ પોસ્ટ પ્રોડક્શનનું કામ ઝપાટાભેર ચાલી રહ્યું છે. આ ફિલ્મ એક ગેંગસ્ટર ડ્રામા છે. તેમાં રણબીર સાથે રશ્મિકા મંદાના અને અનિલ કપૂર, બોબી દેઓલ સહિતના કલાકારો છે.
ફિલ્મનું ટીઝર આ મહિને રણબીરના જન્મદિવસે રીલીઝ કરાય તેવી સંભાવના છે. સંદિપ રેડ્ડી વાંગા અગાઉ રોમાન્ટિક હિરો શાહિદ કપૂરને ‘કબીરસિંઘ’માં ઝનૂની પ્રેમીના રોલમાં રજૂ કરી ચૂક્યા છે.
હવે તેઓ રણબીર કપૂરને પણ ‘એનિમલ’માં આક્રમક ગેંગસ્ટર તરીકે રજૂ કરવાના હોવાનું કહેવાય છે.
રણબીરની આ પહેલાંની ફિલ્મ ‘તુ જુઠ્ઠી મૈ મક્કાર ‘અણધારી રીતે હિટ સાબિત થઈ હતી. તે પછી રણબીરને ‘એનિમલ’ માટે ઘણી અપેક્ષાઓ છે.